મોદી ટ્રમ્પના સ્વાગતમાં ગમે એટલા કરોડ ખર્ચે કે પ્રોટોકોલ તોડીને સ્વાગત કરે, ટ્રમ્પના આ ખુલાસાથી ભારતને કોઇ ફાયદો નહીં થાય

ટ્રમ્પની મુલાકાતના સમયે હાલમાં અમદાવાદમાં જોરદાર તૈયારીઓ થઈ રહી છે. ભારતના પ્રવાસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે, હું ભારત જવા માટે ઉત્સુક છું. આ પ્રવાસ દરમ્યાન ભારત સાથે કોઈપણ પ્રકારના વ્યાપારિક કરાર થવાના નથી. ભારત સાથે વ્યાપારિક ડીલ કરવામાં આવશે પરંતુ આ ડીલ ચૂંટણીના કારણે ક્યારે થશે તે અંગે કહેવું મુશ્કેલ છે. ટ્રમ્પે કહ્યુ કે, તેઓ પીએમ મોદીને વધારે પસંદ કરે છે. ભારત પ્રવાસ દરમ્યાન એરપોર્ટથી અયોજન સ્થળ સુધી 70 લાખ લોકો હાજર રહેવાના છે. ભારત દ્વારા બનાવવામાં આવી રહ્યું છે જે દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. મહત્વપૂર્ણ છે કે, ટ્રમ્પ આગામી 24મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે. જેથી અમદાવાદમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

 

ચૂંટણી પહેલાં કોઈ સોદો નહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે તેમની મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની સંભાવનાને નકારી દીધી છે. તેમણે કહ્યું કે તેઓ ખરેખર પ્રધાનમંત્રી મોદીને ખૂબ જ પસંદ કરે છે, પરંતુ વર્તમાન સમયે કોઈ વેપાર સોદો કરવામાં નહીં આવે. આ માટે વધુ વિચારણાની જરૂર છે તેમ ટ્રમ્પે જણાવ્યું હતું. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત આવી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ભારત સાથે વેપાર સોદો કરી શકીએ છીએ પરંતુ મોટો સોદો પાછળથી કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે તેઓએ કહ્યું હતું કે અમેરિકાની ચૂંટણી અગાઉ આ પ્રકારનો કોઈ સોદો થશે કે નહીં તે અંગે ચોક્કસ નથી પરંતુ આગળ જતાં કોઈ નાનો વેપારી સોદો થઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.