શું ટ્રમ્પ કોઈ ભગવાન છે, જે 70 લાખ લોકો તેમનું સ્વાગત કરશે- ટ્રમ્પ આગમન પર કોંગ્રેસી નેતાની આકરી ટીપ્પણી

નવી દિલ્હી : અમેરિકાના (America)રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના ભારત (India) પ્રવાસને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તે ભારત જવા માટે ઉત્સાહિત છે. તેમણે કહ્યું હતું કે હું એ વાતને લઈને ઉત્સાહિત છું કે અમદાવાદ એરપોર્ટથી સ્ટેડિયમ સુધી 70 લાખ લોકો મારું સ્વાગત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિના આ ભવ્ય સ્વાગત પર કોંગ્રેસ નેતા અધીર રંજને ચૌધરીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે સવાલ કર્યો છે કે ટ્રમ્પ શું કોઈ ભગવાન છે, જે 70 લાખ લોકો તેનું સ્વાગત કરશે. તે પોતાનું હિત સાધી રહ્યા છે.

ટ્રમ્પે ભારત-અમેરિકા વેપાર સંબધોને લઈને અપ્રશન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારત અમારી સાથે સારી વર્તુણક કરી રહ્યું નથી પણ હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પસંદ કરું છું. પ્રધાનમંત્રી મોદીએ મને બતાવ્યું છે કે એરપોર્ટથી કાર્યક્રમના આયોજન સ્થળ સુધી 70 લાખ લોકો હશે. હું જાણું છું કે હાલ નિર્માણાધીન છે પણ આ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ હશે. આ ઘણું ઉત્સાહજનક થવાનું છે. મને આશા છે કે તમે લોકો પણ પસંદ કરશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.