આજે છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિ , સુરતમાં ભવ્ય શોભાયાત્રા, CAAને સમર્થન અપાયું

સુરતઃશહેરના યુથ ફોર ગુજરાત પ્રેરિત જય ભગવા ગ્રુપ દ્વારા શિવાજી મહારાજની જન્મજયંતી પર સતત પાંચમાં વર્ષે બાઈક રેલીનું આયોજન કરાયું હતુ. આ પ્રસંગે 500થી વધુ મહિલાઓ અને 2 હજાર યુવાનો રેલીમાં જોડાયા હતાં. રેલીમાં CAA અને NRCને સમર્થન આપતા બેનર પણ દર્શાવવામાં આવ્યાં હતાં.

આજ રોજ છત્રપતિ શિવાજી મહારાજની 390મી જન્મજયંતી શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના જય ભગવા ગ્રુપ દ્વારા બાઈક રેલી અને સમારોહનું આયોજન કરાયું હતુ. આ અંગે ગ્રુપના અમિત પાટીલે જણાવ્યું હતું કે, સતત પાંચમાં વર્ષે શિવાજી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ માટે શોભાયાત્રાનું વિવિધ ગ્રુપ અને સંગઠનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપ દ્વારા શિવાજી જયંતી પર માત્ર બાઈક રેલી નહીં પણ છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન જન સુધી પહોંચાડવા માટે શિવ ચરિત્ર પર આધારિત કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં.

સવારે 10 કલાકે બાઈક રેલી નવસારીના સાંસદે પ્રારંભ કરાવી હતી. જે રતનચોક સાંઈબાબા મંદિરથી નીકળી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી. બાઈક રેલીમાં 500 થી વધુ મહિલાઓ અને 2000 યુવાઓ જોડાયાં હતાં. શિવાજીના પહેરવેશ સાથે ઘોડા પર સવાર યુવક અને મહારાષ્ટ્રના ઢોલ વૃંદનું આકર્ષણ લોકોમાં સર્જાયું હતું. સાંજે 7 કલાલે લિંબયાત સંજય નગર સ્થિત શિવાજી મહારાજની પ્રતિમા પાસે મહારાષ્ટ્રના વિખ્યાત શિવ શાહીર સીમાબેન પાટીલનો શિવ ચરિત્ર પર આધારિત કાર્યક્રમ રજુ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.