સીએએ વિષે ચિંતા ના કરો. રાજ્યમાં એનઆરસીનો અમલ નહીં થાય : ઉદ્ધવ ઠાકરે

એનસીપીના વડા શરદ પવારે ફરી એકવાર એલ્ગર પરિષદ કેસમાં પોલીસ દળના દુરુપયોગના મુદ્દે એસઆઇટી દ્વારા કરેલી માગણી મુદ્દે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તપાસ એનઆઇએને સોંપવાના પોતાના નિર્ણયને વળગી રહેતાં મહારાષ્ટ્રના શાસન ગઠબંધન મહાવિકાસ અઘાડીમાં પડેલી તિરાડ પહોળી થઇ હતી. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એલ્ગર પરિષદની તપાસ એનઆઇએને સોંપીને દેશદ્રોહ અને સામાન્ય હિંસાની ઘટના વચ્ચે ભેદરેખા બાંધી છે. બીજી તરફ શરદ પવાર તે મુદ્દે અડગ છે કે સમાંતરરૂપે તે ઘટનાની તપાસ એસઆઇટી મારફતે કરાવવામાં આવે. ઉદ્ધવ સંકેત આપી ચૂક્યા છે કે દેશદ્રોહના કેસમાં તેઓ નહીં ઝૂકે. તેમનું કહેવું છે કે એલ્ગર પરિષદ કેસ દેશદ્રોહના ષડયંત્ર સંબંધિત હોવાથી તે કેસ કેન્દ્ર સરકારને સોંપવામાં સરકારને વાંધો નથી.

નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (એનપીઆર)ને મુદ્દે પણ પોતાના સહયોગી પક્ષો એનસીપી અને કોંગ્રેસથી વિપરીત વલણ અપનાવીને ઉદ્ધવે તેમનો પક્ષ એનપીઆરને સમર્થન આપે છે તે વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

એનસીપીનું શું કહેવું છે । એનસીપી નેતા શરદ પવારનું કહેવું છે કે તેમનો પક્ષ કોરેગાંવ ભીમા હિંસા કેસ કે એલ્ગર કેસમાં તપાસની માગણી નથી કરી રહ્યો પરંતુ પોલીસદળોનો જે રીતે દુરુપયોગ થયો તેની તપાસની માગણી કરે છે. એનસીપીએ અને કોંગ્રેસે એનપીઆર મુદ્દે જણાવ્યું હતું કે બંને પક્ષો તે કવાયતનો વિરોધ કરે છે. જોકે ઉદ્ધવે કહ્યું છે કે, ‘સીએએ વિષે ચિંતા ના કરો. રાજ્યમાં એનઆરસીનો અમલ નહીં થાય. એનપીઆર માત્ર વસતી ગણતરી છે. જે કોલમ વિષે ચિંતા સેવાઇ રહી છે તે પોતે જોશે. મારું નથી માનવું કે તેમાં કાંઇ વાંધો હોય. વસતી ગણતરી દર દશ વર્ષે થતી હોય છે.’એનસીપીનું શું કહેવું છે । એનસીપી નેતા શરદ પવારનું કહેવું છે કે તેમનો પક્ષ કોરેગાંવ ભીમા હિંસા કેસ કે એલ્ગર કેસમાં તપાસની માગણી નથી કરી રહ્યો પરંતુ પોલીસદળોનો જે રીતે દુરુપયોગ થયો તેની તપાસની માગણી કરે છે. એનસીપીએ અને કોંગ્રેસે એનપીઆર મુદ્દે જણાવ્યું હતું કે બંને પક્ષો તે કવાયતનો વિરોધ કરે છે. જોકે ઉદ્ધવે કહ્યું છે કે, ‘સીએએ વિષે ચિંતા ના કરો. રાજ્યમાં એનઆરસીનો અમલ નહીં થાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.