સુરતીઓ આનંદો:સુરતના લાલભાઈ સ્ટેડિયમ પર આ તારીખથી રમાશે પહેલી ઇન્ટરનેશનલ મેચ, ફ્રી માં મેચ જોઇ શકશો

સુરતની ક્રિકેટ પ્રેમી જનતા જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે ઈન્ટરનેશનલ મેચનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. BCCI તેમજ ગુજરાત ક્રિકેટ એસોસીએશનના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના નેજા હેઠળ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રીકાની મહિલા ટીમ વચ્ચે પાંચ ટી-20 મેચો રમાવવાની છે. આ તમામ મેચો ડે-નાઈટની રહેશે. જે સુરતમાં રમાવાની છે. સુરતીઓ માટે આ સારો લાહવો બની રહેશે.

આ શ્રીણીની પ્રથમ મેચ 24મી સપ્ટેમ્બરે સુરત ખાતે આવેલા લાલભાઈ સ્ટેડિયમમાં રમાશે. ત્યાર પછીની મેચો 26, 29 સપ્ટેમ્બરે તો 1 અને 4 ઓક્ટોબરે રમાશે. દક્ષિણ આફ્રીકાની ટીમનું આગમન થઈ ચૂક્યું છે.

ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર છે. જો સાઉથ આફ્રીકાની ટીમની કેપ્ટન સુને લુસ છે.

હરમનપ્રીત કૌર(કેપ્ટન), સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડરિગ્સ, દિપ્તી શર્મા, તાનિયા ભાટીયા, પૂનમ યાદવ, શિખા પાંડે, અરુંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રારકર, રાધા યાદવ, વેદા ક્રિષ્નામૂર્તિ, હરલીન દેઓલ, અનુજા પાટીલ, શફાલી વર્મા, માનસી જોશી

સાઉથ આફ્રીકા વુમન ટીમઃ સુને લુસ, તાઝમીન બ્રિટ્સ, ત્રિસા ચેટ્ટી, નાદીન ક્લાર્ક,શબીના ઈસ્માઈલ, લારા ગુડેલ, મીગોન ડે પ્રીઝ,અયાબોન્ગા ખાકા, મારિઝેન કેપ, લેઝલી લી,માલબા, તૂમી શેખુખુને

સુરતની જનતાને ઈન્ટરનેશનલ મેચ જોવાનો લાભ મળી શકે એવા હેતુથી આ મેચો જોવા માટે કોઈપણ ફી રાખવામાં આવી નથી. આ તમામ મેચો સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.