ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે RSSનો વિસ્તાર દેશ માટે છે કારણ કે અમારો લક્ષ્યાંક ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘને મોટો કરવાનો છે કારણ કે આપણા દેશને મોટો કરવાનો છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે RSSનો વિસ્તાર દેશ માટે છે કારણ કે અમારો લક્ષ્યાંક ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘને મોટો કરવાનો છે કારણ કે આપણા દેશને મોટો કરવાનો છે. વિશ્વગુરુ બનાવવાનો છે. કારણ કે તેની જરૂર છે. ભારતે પોતાના માટે મોટા બનવાનું નથી. તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રવાદ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે તેનો અર્થ થાય છે નાઝી કે હિટલર. આપણે રાષ્ટ્ર કે રાષ્ટ્રીય જેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.
દુનિયાને ભારતને જરૂર
ભાગવતે કહ્યું કે આજની દુનિયાને ભારતની જરૂરિયાત છે. કટ્ટરપંથી, પર્યાવરણ જેવી જે અનેક સમસ્યાઓ ઊભી થાય છે તેને લઈને દુનિયામાં અશાંતિ છે, જેને માનવે પોતે ઊભી કરી છે. તે અંગે રાહત આપનાર કોઈ નથી. યુદ્ધિષ્ઠિરના સમયથી ભારતનો સ્વભાવ દુનિયાની કમીને પૂરી કરવાનો રહ્યો છે. દુનિયાને તો જોડનાર તત્વની ખબર જ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.