મારા પિતાની સીટ પર મારો જ અધિકાર, હું જ લડીશ, જયેશ રાદડીયાના નિવેદન પર કોંગ્રેસના નેતાએ કહ્યું લોકશાહી કોઈના બાપની…

ભારતીય જનતા પાર્ટીના નેતા અને મંત્રી જયેશ રાદડિયાએ એક કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. જામકંડોરણામાં એક સમારોહમાં તેમણે કહ્યું કે, મારા પિતાની ખેતી પર લણવાનો અધિકાર મારો જ છે.મારાપિતાએ 30 વર્ષ સુધી ખેતી કરી છે, આપણા ખેતરમાં કોઈને ઘૂસવા દઈએ?

રાદડિયા એ કહ્યું કે, ભલભલા વાવાઝોડાં વિઠ્ઠલભાઈ સામે શાંત પડી ગયા છે.ગામડામાં આપણે શેઢા પર ઘૂસવા નથી દેતા.આ તો મારા પિતાની વાડી છે. મારાપિતાની સીટ પર હું જ લડીશ. પવન અહીંયાથી ઉપડે કે પછી પોરબંદરથી.

જયેશ રાદડિયા એ કહ્યું કે,પોરબંદરથી પવન ઉપડ્યો હતો શાંત પડી ગયો. જે લોકો રાહ જોતા હોય તેમણે ચિંતા કરવાની જરૂર નથી.રાજકારણમાં હોઈએ એટલે સ્વાભાવિક છે રાજકારણ તો કરીએ જ. સૌરાષ્ટ્રના પાટીદારોમાં જયેશ રાદડીયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા ખુબ મોટા નેતા મનાતા હતા. તેમના પુત્ર જયેશ રાદડિયા કહ્યું કે, એમની સીટ પર હું જ લડીશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.