ક્રિકેટ / શ્રીનિવાસનની દિકરી રૂપા તમિલનાડુ ક્રિકેટની અધ્યક્ષ બની, આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા બની

સ્પોર્ટ્સ ડેસ્ક: બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસનની દિકરી રૂપા ગુરુનાથ તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશન (TNCA)ની અધ્યક્ષ બની છે. ગુરુવારે ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં TNCAની 87મી વાર્ષિક સામાન્ય બેઠક દરમિયાન આ પદ માટે તેને પસંદ કરવામાં આવી હતી. તેની સામે અન્ય કોઈ ઉમેદવાર હાજર ન હતો. તે સાથે જ તે બીસીસીઆઈથી જોડાયેલા કોઈ પણ રાજ્ય સંગઠનમાં અધ્યક્ષ બનનાર દેશની પહેલી મહિલા બની છે.

અધ્યક્ષ બન્યા પછી રૂપા હવેથી બીસીસીઆઈની બેઠકોમાં TNCAનું પ્રતિનિધિત્વ કરશે. પદ માટે અપ્લાઇ કરવાનો છેલ્લો દિવસ બુધવાર હતો અને છેલ્લે સુધી અન્ય કોઈ ઉમેદવારે આ પદ માટે અપ્લાઇ કર્યું ન હતું. રૂપ તમિલનાડુ ક્રિકેટ સંઘ માટે પસંદ થયેલ ક્રિકેટ સંઘની 87મી અધ્યક્ષ બની છે.

પિતા 15 વર્ષ સુધી અધ્યક્ષ રહ્યા

રૂપ અને પિતા અને આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સના માલિક એન શ્રીનિવાસન 2002થી 2017 સુધી તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ હતા. તેમણે 2017માં આ પદથી રાજીનામુ આપ્યું હતું. આ સિવાય તેઓ બીસીસીઆઈ અને આઈસીસીના પ્રમુખ રહ્યા હતા. રૂપા 2013માં આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં ફસાયા પછી લાઈફટાઈમ બેન ભોગવી રહ્યા ગુરુનાથ મય્યપનની પત્ની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.