નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ સૌ કોઈ ઉત્સુક છે, તો સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. રાતોરાત બનાવી દેવામાં આવેલી ટ્રમ્પ અભિવાદન સમિતિ હોય કે ટ્રમ્પની 3 કલાકની મુલાકાત માટે 100-200 કરોડ રૂપિયાનો ખર્ચ હોય. પણ આ તમામ પ્રશ્નો ભાજપ કે સરકારને સ્પર્શતા નથી. સરકાર અને ભાજપને તો ફક્ત આ મેગા ઈવેન્ટ માટે ભીડ ભેગી થશે કે નહી તેની જ ચિંતા છે. કેમ કે, ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, મોદીએ ફોન કરી તેમને 50-70 લાખ ભીડ ભેગી થશે. એટલે હવે આ સરકાર માટે દુખતી નસ બનેલો પ્રશ્ન છે. અને પ્રશ્નના નિરાકરણ માટે અમદાવાદ ભાજપના કોર્પોરેટરોને ખાસ ઓફર આપવામાં આવી છે.નમસ્તે ટ્રમ્પમાં 50 લાખની જનમેદની ભેગની કરવી એ આંખે પાણી આવવા સમાન છે. અને આ અઘરી કસોટીને પાર પાડવા માટે ભાજપ અને સરકાર દિવસ રાત કામ કરી રહી છે. તેવામાં અમદાવાદના કોર્પોરેટરો માટે પણ ભીડ ભેગી કરવાના નક્કી ટાર્ગેટ સેટ કરી દેવામાં આવ્યા છે. અને ટાર્ગેટની સાથે જ ભાજપ કોર્પોરેટરોને એક અનોખી સ્કીમ આપવામાં આવી છે.
2020માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થવાની છે. અને તેને લઈને અમદાવાદના ભાજપના કોર્પોરટરોને ભીડ ભેગી કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે. અને સાથે કહ્યું છે કે, જો કોર્પોરેટર વધુ કાર્યકરો લઈને આપશે તો તેને 2020ની કોર્પોરટની પુનઃ ટિકિટ આપવામાં આવશે. આ ઉપરાંત ભાજપના કોર્પોરેટરોને જુદા જુદા સ્પોટની જવાબદારી સોંપાઈ છે. AMCના ભાજપના કોર્પોરેટરો માટે ટ્રમ્પની મુલાકાત લિટમસ ટેસ્ટ સાબિત થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.