અમદાવાદ : અમેરિકી રાષ્ટ્રપરિત ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર છેલી ઘડીની તૈયારીઓમાં જોતરાઇ ગયુ છે. વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમમાં “નમેસ્ત ટ્રમ્પ ” કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આગામી 24મી ફેબ્રુઆરીના રોજ એરપોર્ટ થી સ્ટેડિયમ સુધી ટ્રમ્પ અને મોદી રોડ શો કરવાના છે. ત્યારે આ રોડ શો માટે મેડિકલ સારવારની વિશેષ વ્યવસ્થા ઉભી કરાઇ છે..
એએમસી હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકીએ જણાવ્યુ હતું, કે મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં તથા રોડ શોમાં મોટી સંખ્યામાં વિવિધ વિસ્તારમાંથી લાખોની સંખ્યામાં લોકો હાજર રહેવાના હોવાથી મેડિકલ સારવાર અંગે જરૂરી વ્યવસ્થા કરવાની જરૂરિયાત તથા આરોગ્ય લક્ષી સેવાઓ ઉભી કરવામાં આવશે. ગુજરાત સરકાર અને એએમસી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળે અને રોડ શો તથા પાર્કિંગ વિસ્તારમાં મેડિકલ મોબાઇલ વાન , 108 ઇમરજન્સી વિભાગ દ્વારા એબ્યુલન્સ વાન મુકવાની વ્યવ્સથા કરાઇ છે.
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એક 25 બેડ અને બીજી 10 બેડ એમ બે ઇમરજન્સી મેડકિલ સેન્ટર ઉભા કરવામાં આવેલ છે. જેમા ડિફ્રેબ્રિલેટર, વેન્ટીલેટનર, ઓક્સીજન સીલિન્ડર, મલ્ટીપેરા મોનિટર, ઇન્જેકટેબલ મેડિસીન, એક્ક્ષપર્ટ ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવશે.
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 12 મેડિકલ ટીમ, 7 મોબાઇલ મેડિકલ વાન, 108 ઇમરજન્સી વિભાગ દ્વારા 10 એમબ્યુલન્સ વાન તથા એપોલો હોસ્પિટલમાં 4 આઇસીયુ ઓન વીલ મુકવામાં આવેલ છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.