આપણે અણમાનિતા છીએ અને ટ્રમ્પ માત્ર નરેન્દ્ર મોદીને મળવા આવે છે અને બીજું એક માત્ર આકર્ષણ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત અને ગુજરાતની મુલાકાત આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.

ટ્રમ્પ આપણા મહેમાન છે અને ‘અતિથિ દેવો ભવ’ આપણી સંસ્કૃતિ છે. આ કારણથી આપણે તો શ્રીમાન ટ્રમ્પ અને તેમનાં પત્ની અમેરિકાનાં પ્રથમ સન્નારી મિલેનિયા અને એમનાં દીકરી-જમાઈને ઉત્તમમાં ઉત્તમ મહેમાનગતિ કરાવવા માટે થનગની રહ્યા છીએ.

અમદાવાદ ખાતે અતિ ભવ્ય ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ અને લાંબા રોડ શોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી ટ્રમ્પ માટે આપણી આ ભાવનાઓનો કોઈ અગમ્ય કારણોસર એમના ઉચ્ચારણોમાં રતીભાર પડઘો પાડ્યો નથી.

પહેલાં ભારતને ‘ટેરિફ કિંગ’ કહ્યા પછી આપણે અણમાનિતા છીએ અને ટ્રમ્પ માત્ર નરેન્દ્ર મોદીને મળવા આવે છે અને બીજું એક માત્ર આકર્ષણ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ છે.

આમાં માણસોના આંકડા પણ ટ્રમ્પ બદલતા રહે છે.

પહેલાં તેએ સાત મિલિયન એટલે કે 70 લાખ લોકોની મેદની કહેતા હતા, બાદમાં આ આંકડો વધીને 10 મિલિયન એટલે કે એક કરોડે પહોંચ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.