ગુજરાતના 2500 જેટલા ઉદ્યોગપતિઓ પોતાની AC કાર છોડીને BRTS બસમાં પહોંચ્યા મોટેરા સ્ટેડિયમ

અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આગમ થઇ ચૂક્યું છે. તેઓ એરપોર્ટથી ગાંધી આશ્રમની મુલાકાત લઇને મોટેરા સ્ટેડિયમના રસ્તા પર રવાના થઇ રહ્યા હતા ત્યારે રસ્તા પર લાખો લોકોની ભીડ ટ્રમ્પના સ્વાગત માટે ઉમટી હતી. લોકોએ અલગ-અલગ વેશભૂષા કરીને ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું, તો કેટલાક કલાકારોએ પોતાની કલાને પ્રદર્શિત કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

મોટેરા સ્ટેડિયમમાં સુરક્ષાની દૃષ્ટિએ કાર્યક્રમમાં આવતા લોકોને તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી ST અને BRTS બસોમાં સ્ટેડિયમ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા, ત્યારે અમેરિકાથી આવેલા 5 NRI ઉદ્યોગપતિઓ સહિત ગુજરાતના અલગ-અલગ શહેરોના 2500 જેટલા ઉદ્યોગપતિઓ પણ પોતાની AC કાર છોડીને BRTSની બસોમાં સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા.

રિપોર્ટ અનુસાર, નમસ્તે ટ્રમ્પ નામના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા અમેરિકાથી 5 NRI ઉદ્યોગપતિઓ, સુરતના 300 ઉદ્યોગપતિઓ, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે સંકળાયેલા 250 ઉદ્યોગપતિઓ, ગેસિયા IT એસોસિએશનના 600 સભ્યો, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને IT એસોસિએશનના 80 સભ્યોને પોતાની AC કાર છોડીને BRTSની બસોમાં મોટેરા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.