ટ્રમ્પ-મેલેનિયાના એરપોર્ટથી આશ્રમ સુધીનો રોડ શો શરૂ થયો,ગુજરાતી શૈલીમાં સ્વાગત થયું

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું છે. ટ્ર્મ્પના અમદાવાદ લેન્ડ થતા જ ગુજરાત સહિત ભારતભરના 1000થી વધુ કલાકારો શંખનાદ, બેડા નૃત્ય, જાનવિયા ઢોલ, બેડા નૃત્ય, ઢોલ-ભૂંગળી શરણાઇથી સ્વાગત કરવામાં આવ્યું છે. હાલમાં ટ્રમ્પ અને મેલેનિયાનો રોડ શો શરૂ થઈ ગયો છે. ત્યારે એરપોર્ટથી આશ્રમ સુધીના રસ્તાઓ પર પણ ઠેર-ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે.

એરપોર્ટ પર અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, જામ ખંભાળીયા, સાબરકાંઠા, જૂનાગઢ, છોટા ઉદેપુર, જોરાવર નગર, ભરુચ, ડાંગ, સુરેન્દ્રનગર, પોરબંદર વગેરે સ્થળોના પરંપરાગત નૃત્યો કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના એરક્રાફ્ટથી ઉતરીને એરપોર્ટની બહાર ન નીકળે ત્યાં સુધી આ કલાકરોનું પર્ફોમન્સ શરૂ રહેશે. એરપોર્ટ પર રજુ થનારા દરેક પર્ફોમન્સમાં ગુજરાતના દરેક પારંપરિક નૃત્યોનો સમાવેશ થઇ જાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રોડ-શો સમયે પણ વિવિધ સાંસ્કૃતિક સ્ટેજ પરથી કલાકારો પરફોર્મ કરી રહ્યા છે.

  • ટ્રમ્પ-મેલેનિયા માટે ભારતભરના લોકનૃત્યો રજૂ કરવામાં આવશે. રાજ્યસ્થાનનું અંગીઘર નૃત્ય, પશ્ચિમ બંગાળનું ચહુ નૃત્ય, અસામનું બીહુ નૃત્ય, ઉત્તરપ્રદેશનું મયૂર નૃત્ય, પંજાબના ભાંગડા, મહારાષ્ટ્રનું થંગરીગજા ડાન્સ, કેરળનું કથકલી સહિતના કલાકારો ટ્રમ્પ-મેલેનિયાના સ્વાગત માટે ઉપસ્થિતહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.