સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 8 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે ભારત તરફથી પ્રધાનમંત્રી કે એક્સ્ટર્નલ અફેર મિનિસ્ટરના સંબોધનમાં પાકિસ્તાનનો કોઈ સીધો ઉલ્લેખ સાંભળવા મળ્યો ન હતો. છેલ્લે 2011 વર્ષ એવું હતું જ્યારે ભારતે પાકિસ્તાન શબ્દ ઉચ્ચાર્યો ન હતો.
પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભામાં સમગ્ર વિશ્વના નેતાઓને સંબોધન કર્યું હતું. આ સંબોધન પાકિસ્તાન અને આંતકવાદ મુદ્દે ખુબ શુષ્ક હતું. આ સમયે પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વારાજની ખોટ સાલી હતી. આંતકવાદ મુદ્દે પાકિસ્તાનને નામ લઈ 45 મિનિટ સુધી વિશ્વના નેતાઓ સામે ખુલ્લું પાડનાર સુષ્મા આજે દેશની પ્રજાને ફરી યાદ આવ્યા છે. જો કે PM મોદીએ માત્ર એક લાઈનમાં આંતકવાદની વાત કરી હતી જેનો સૌને આનંદ છે. જોકે ભારતે આ મહાસભામાં સીધી રીતે પાકિસ્તાન અને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ પાડોશી દેશને કડક સંદેશ આપ્યો. 8 વર્ષમાં પ્રથમ વખત યૂએન મહાસભામાં ભારતે પાકિસ્તાનનો સીધો ઉલ્લેખ કર્યો ન હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 17 મિનિટ ભાષણ કર્યું હતું. જેમાં તેમણે વિકાસ, પર્યાવરણ, આતંક, લોકતંત્ર, જન કલ્યાણ જેવા મુદ્દાઓ પર પોતાની વાત રાખી હતી.
આતંકવાદ સમગ્ર દુનિયા માટે પડકારરૂપઃ પીએમ મોદી
આતંકવાદ કોઇ એક દેશ નહીં, પરંતુ સમગ્ર દુનિયા તરફ માનવતા સૌથી મોટો પડકારમાંથી એક છે. આતંકવાદના નામ પર વહેંચાયેલી દુનિયા આ સિદ્ધાંતોને ઠેસ પહોંચાડે છે, જેના આધાર પર યૂએનનો જન્મ થયો.
અમે દુનિયાને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા: PM મોદી
અમે દુનિયાને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે. એટલા માટે અમારા અવાજમાં આતંક વિરૂદ્ધ દુનિયાને સતર્ક કરવાની ગંભીરતા પણ છે, સાથો સાથ આક્રોશ પણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.