સરકારી ખજાનામાં 10000 કરોડ મળવાની આશા, મોદી સરકાર THDCIL અને NEEPCO કંપનીઓને વેચશે

સરકાર THDCIL ઇન્ડિયા અને નોર્થ ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NEEPCO)માં પોતાની ભાગીદારી સાર્વજનિક ક્ષેત્રની NTPCને વેચવાને લઇ ગંભીર છે. એક સૂત્રએ આ જાણકારી આપી છે. આ હસ્તાંતરણથી સરકારી ખજાનામાં લગભગ 10,000 કરોડ મળવાની આશા છે.

સૂત્રોએ કહ્યું,’સરકાર ચાલૂ નાણાકિય વર્ષમાં THDCIL અને NEEPCOમાં પોતાની ભાગીદારી NTPCને વેચવાને લઇ ગંભીર છે જેથી 2019-20 માટે વિનિવેશ માટે 65,000 કરોડ રૂપિયાના સંશોધિત લક્ષ્યને હાંસલ કરી શકાય.’ સરકારના પહેલા ચાલૂ નાણાકિય વર્ષમાં વિનિવેશ 1.05 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય છે.

જોકે આ મહિનાની શરૂઆતમાં બજેટમાં આ લક્ષ્યને ઘટાડી 65,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું. રોકાણ અને લોક પરિસંપત્તિ પ્રબંધન વિભાગ (DIPAM) પોર્ટલ અનુસાર સરકારે સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમાં વિનિવેશના માધ્યમથી અત્યાર સુધીમાં 18,345.06 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.સૂત્રો અનુસાર,’સરકાર ચાલૂ નાણાકિય વર્ષમાં સોદો પૂર્ણ કરવા માટે કોઇ કસર છોડી નથી, હવે વિનિવેશ લક્ષ્યને પૂર્ણ કરવું જરૂરી છે. આ કોઇ પ્રથમવાર નહી હોય ગત વર્ષે પણ પાવર ફાઇનાન્સ કોર્પોરેશને આરઇસી લિમિટેડમાં સરકારની પૂર્ણ ભાગીદારી 14,500 કરોડ રૂપિયામાં ખરિદવાનો સોદો 28 માર્ચ 2019નારોજ પૂર્ણ કરવામાં આવ્યો હતો’. આ સોદાથી સરકાર 2018-19માં 80,000 કરોડ રૂપિયાનાં વિનિવેશના લક્ષ્યને પૂર્ણ કરી શકી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.