નમસ્તે ઇન્ડિયા… મારા માટે આ ખુબ જ શાનદાર અનુભવ છે. હું તમામ લોકોનો આભાર માનુ છું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ શબ્દ જ ભારતમાં તેમની યાત્રાની શરૂઆતની કહાની જાહેર કરે છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે પોતાના ભાષણમાં આતંકવાદ, આર્થિક સંબંધો અને ધાર્મિક સહિષ્ણુતા પર વાત કહી. ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદીના ખુબ વખાણ કર્યા. તેમણે બોલિવૂડ, ક્રિકેટ પર પણ વાત કહી. ટ્રમ્પે કહ્યું કે, ભારત હંમેશાથી તેમના દીલમાં વસ્યુ છે.
ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદીના ચા વાળાથી લઇ તેમના દેશના પીએમ બનવા સુધીના પ્રવાસને યાદગાર ગણાવ્યો. તેમણે કહ્યું કે, મને ખબર પડી કે જ્યારે તેઓ (પીએમ મોદી) નાના હતા તો તેઓ એક કૈફિટએરિયામાં કામ કરતા હતા. આજે તેઓ ભારતના એક સફળ નેતા છે. તમારો દેશ ખુબ જ સારૂ કરી રહ્યો છે. અમને ભારત પર ગર્વ છે. કરોડો લોકોએ તમને ગત વર્ષે ફરીથી સત્તામાં બેસાડ્યા. તેમણે કહ્યું,’પીએમ મોદીએ લોકોના ઘરમાં વિજળી પહોંચાડી. લોકોને ઇન્ટરનેટ સુધી પહોંચ્યા. હાઇવેનું નિર્ણાણ ડબલ કર્યું છે. મોદી કઠોર મહેનતની મિશાલ છે.’ અહિં તમને જણાવી દઇએ કે, ટ્રમ્પે પીએમ મોદી વિશે વાત કરતા દરમિયાન ભાષણ રોકીને પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો હતો.
મોટેરા સ્ટેડિયમમાં પોતાના સ્વાગતથી ટ્રમ્પ ગદગદ નજર આવ્યા અને કહ્યું આ સ્ટેડિયમમાં 1.25 લાખ લોકોની હાજરીથી હું ખુશ છું. તેમણે કહ્યું કે, તેઓ આ સ્વાગતને હંમેશા માટે યાદ રાખશે. તેમણે કહ્યું કે ભારત હંમેશા મારા દીલમાં રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.