પાકિસ્તાન ક્રિકેટના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફરીદીએ ભારત અને પાકિસ્તાનના સંબંધમાં કડવાહટ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીએ એક ઈન્ટર્વ્યુમાં કહ્યુ હતું કે, પડોશી દેશ ભારત સાથેના સંબંધો ખરાબ હોવાનુ કારણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ જ્યાં સુધી સત્તામાં છે, ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમની વચ્ચે દ્વિપક્ષીય સીરીઝ રમવી સંભવ નથી.
પાકિસ્તાનના શાહિદ આફરીદી ભારત સહિત દુનિયાભરમાં લોકપ્રિય છે. તેઓ જેટલા તેમની રમતના કારણે પ્રખ્યાત છે, તેટલા જ વિવાદિત નિવેદનના કારણે પણ છે. તેમણે હાલમાં જ પાકિસ્તાની મીડિયાને ઈન્ટર્વ્યુ આપ્યું હતુ, જેમાં આફરીદીએ મોદી પર વિવાદિત ટીપ્પણી કરતા કહ્યુ હતું કે, મને નથી લાગતું કે, જ્યાં સુધી મોદી સત્તામાં છે, ત્યાં સુધી આપણને ભારત તરફથી કોઈ જવાબ મળે. અમે મોદીની માનસિકતાને સમજી ગયા છીએ. બંન દેશની પ્રજા આ પ્રકારનું ઈચ્છતી નથી. એક માણસ બંને દેશોના સંબંધોનો નાશ કરી શકે છે.
શાહિદ આફરીદીએ પાકિસ્તાન સુપર લીગના આયોજનને પૂર્ણ રીતે પાકિસ્તાનમાં કરવા પર પોતાના દેશના ક્રિકેટ બોર્ડ (PCB)નો આભાર માન્યો હતો. તેમણે વધુમાં કહ્યુ કે, મારા માટે પીએસએલનું પાકિસ્તાન પરત ફરવુ ખૂબ જ મોટી વાત છે. અમે જોયુ છે કે, શ્રીલંકા, બાંગ્લાદેશ, વિશ્વ એકદાશની ટીમ પાકિસ્તાન આવી. જેથી ક્રિકેટ પાકિસ્તાન પરત ફરશે. અમને આશા છે કે, તે પૂર્ણ રીતે પરત ફરશે. કારણ કે, પીએસએલને પાકિસ્તાનમાં રમાડવી ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે.શાહિદ આફરીદીએ પાકિસ્તાન સુપર લીગના આયોજનને પૂર્ણ રીતે પાકિસ્તાનમાં કરવા પર પોતાના દેશના ક્રિકેટ બોર્ડ (PCB)નો આભાર માન્યો હતો. તેમણે વધુમાં કહ્યુ કે, મારા માટે પીએસએલનું પાકિસ્તાન પરત ફરવુ ખૂબ જ મોટી વાત છે. અમે જોયુ છે કે, શ્રીલંકા, બાંગ્લાદેશ, વિશ્વ એકદાશની ટીમ પાકિસ્તાન આવી. જેથી ક્રિકેટ પાકિસ્તાન પરત ફરશે. અમને આશા છે કે, તે પૂર્ણ રીતે પરત ફરશે. કારણ કે, પીએસએલને પાકિસ્તાનમાં રમાડવી ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.