ભજનસમ્રાટ અનુપ જલોટા ટૂંક સમયમાં ઈનોવેટિવ આર્ટિસ્ટ વેલફેર એસોસિયેશનના (IAWA) કેન્સર અવેરનેસ પ્રોગ્રામ સાથે જોડાવાના છે. આ પ્રોગ્રામ દ્વારા કેન્સર સાથે જોડાયેલ દરેક વાતો સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવશે. અનુપે વાત-વાતમાં રીષિ કપૂર અંગે પણ વાત કરી હતી. આટલું જ નહીં અનુપ જલોટાએ ‘બિગ બોસ’ને લઈને પણ વાત કરી હતી.
અનુપ જલોટાએ શું કહ્યું?
- મને તો એવું કહેવામાં આવ્યું હતું કે આ શોને મારે હોસ્ટ કરવાનો છે. જોકે, હજી સુધી મને સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી. બની શકે કે મને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવે. ટીઆરપી પર અનુપે કહ્યું હતુ, મારી ટીઆરપી તો બધાએ જોઈ જ છે, હું હતો ત્યાં સુધી સૌથી વધારે હતી. હું શોમાંથી બહાર આવ્યો એટલે તરત જ કેમ ટીઆરપી ઘટી ગઈ. આ વખતે પણ શોમાં સારા સ્પર્ધકો છે અને શો સારો ચાલશે. જો મને બોલાવી લે તો વધુ સારો ચાલશે.
- જસલીનને કારણે પણ શોની ટીઆરપી વધારે હોય?
- ના આવું બિલકુલ નહોતું. ચાહકો માત્ર મને જ જોતા હતાં અને જ્યારે હું શોમાંથી બહાર આવ્યો એટલે ટીઆરપી ઘટી ગઈ હતી. જ્યારે સલમાન તો ત્યાંનો ત્યાં જ હતો. જો હું સલમાનની જગ્યાએ હોસ્ટ બનીને આવ્યો તો ટીઆરપી ડબલ થઈ જશે.
કેન્સરને તમે બહુ જ નિકટથી જોયું છે, તમે શું કહેશો?
- કેન્સરને મેં નિકટથી જોયું છે. મારા એક મિત્રને કેન્સર થયું હતું. સામાન્ય ખાંસી આવતી હતી અને જ્યારે વધુ ખાંસી આવવા લાગી ત્યારે તે ડોક્ટરને બતાવા ગયો. ડોક્ટરે કહ્યું કે તેની પાસે હવે માત્ર છ મહિનાનો સમય છે અને છ મહિનામાં જ તેનું નિધન થઈ ગયું હતું. હું તો એટલું જ ઈચ્છીશ કે આવી બીમારી કોઈને ના થાય. થોડાં દિવસ પહેલાં રીષિ કપૂરને મળ્યો હતો. હવે તેઓ ઘણાં જ ઠીક છે. જ્યારે હું તેમને ન્યૂયોર્ક મળ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં મુંબઈ આવશે અને શૂટિંગ શરૂ કરશે અને થયું પણ એવું જ. જો સમયસર કેન્સર હોવાની જાણ થઈ જાય તો તેની સારવાર શક્ય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.