કાશ્મીર મામલે પાકિસ્તાનને સાથ આપનાર મલેશિયાના PM મહાતિર મોહમ્મદે આપ્યુ અચાનક રાજીનામું

મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે સોમવારે રાજીનામુ આપી દીધું છે. તેમના રાજીનામા પછી મલેશિયામાં નવી સરકારના ગઠનનો રસ્તો સાફ થઈ ગયો છે. 94 વર્ષના PM મહાતિરે બે લાઈનનું નિવેદન આપી દેશના રાજાને પોતાનું રાજીનામું ધરી દીધું છે.મલેશિયાના પ્રધાનમંત્રી ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે પાકિસ્તાનને ખુલીને કાશ્મીર મામલે તેમણે સમર્થન આપ્યુ બતુ. પાર્ટીના અધ્યક્ષ મુહયિદ્દીન યાસીનની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર મહાતિરની પાર્ટી પ્રબુમિ બેરસુત મલેશિયાએ ગઠબંધન સરકારને છોડી દીધી છે.

મહાતિરના આ રાજીનામાનો નિર્ણય છેલ્લા કેટલાક અઠવાડિયાથી શરૂ થયેલા રાજનૈતિક જંગ પછીનો ગણવામાં આવે છે. રવિવારે રિપોર્ટ આપ્યો હતો કે મહાતિરની પાર્ટી નવી સરકારનું ગઠન બનાવવાની યોજના બનાવી રહ્યું છે જેમાં તેમના દ્વારા પસંદ કરેલ ઉત્તરાધિકારી અનવર ઇબ્રાહિમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.