અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની સાથે 2 દિવસના ભારત પ્રવાસે આવી ગયા છે. ત્યારે આતંકીઓના એક વાહનની કાશ્મીર તરફ જવાની સૂચનાને પગલે જમ્મુ-કઠુઆ નેશનલ હાઈવે પર હાઈ એલર્ટ બહાર પડાયું છે. પોલીસ અને સુરક્ષા દળ દરેક સ્થળો પર નાકાબંધી કરી ખીણ તરફ જાનારા વાહનોની તપાસ કરી રહી છે. આ અગાવ પણ 31 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘુસણખોરી બાદ આતંકવાદીઓનું એક જૂથ ટ્રકમાં સવાર કાશ્મીર તરફ જઇ રહ્યું હતું, જેને નાગરોટાના બાન ટોલ પ્લાઝા નજીક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ અમદાવાદમાં ગંભીર આતંકી હુમલાનો ખતરો હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ તેઓએ અમદાવાદની જનતા માટે જાહેરનામું પણ બહાર પાડયું હતું. આતંકવાદીઓ વાહનોનો ઉપયોગ કરતા હોય છે જેથી રેસ્ટોરન્ટ, હોટલ, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, થિયેટર, મોલ મલ્ટીપ્લેક્ષ અને પેટ્રોલપંપ પર CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે. ઉપરાંત પાવર એરક્રાફ્ટ, ડ્રોન, માઈક્રો એરક્રાફ્ટ ઉડાડવા પર મનાઈ ફરમાવી હતી.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે સુરક્ષા એજન્સીઓ પાસેથી ઇનપુટ્સ મળ્યા હતા કે, આતંકીઓની એક ટીમ કાશ્મીર જવા રવાના થઈ છે. તદ પશ્ચાત પોલીસ અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ આપાયું છે. કઠુઆથી જમ્મુ સુધીના હાઈવે ઉપર સખત તકેદારી રાખવામાં આવી રહી છે નાકાબંધી સામે સેના અને સુરક્ષાદળોની સૂચના મળ્યા બાદ હાઈવે ઉપર દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.