વર્લ્ડ મીડિયાની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર છે. અમેરિકાના ન્યુઝ પેપર ધ ન્યુયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે વિશ્વભરના નેતા ટ્રમ્પના અહંકારને સંતોષવાની કોશિશ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ખુશ કરવા માટે તેમનો પ્રેમ એટલે કે ભીડને પસંદ કરી. પાકિસ્તાનના ન્યુઝપેપર ધ ડોને ભારત અને અમેરિકાની વચ્ચેના ટ્રેડ ડીલ વિવાદને અમેરિકા ફર્સ્ટ વિરુદ્ધ મેક ઈન ઈન્ડિયાની લડાઈ ગણાવી. જ્યાર અલઝઝીરાએ લખ્યું કે ટ્રમ્પનો પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે ભારતમાં નાગરિકતા કાયદામાં સંશોધન બાદ દેખાવો થઈ રહ્યાં છે.
અમેિરકાના ન્યુઝપેપર ધ ન્યુયોર્ક ટાઈમ્સે લખ્યું બ્રિટનની પાસે મહારાણી છે, એટલે તેઓ ટ્રમ્પ માટે બકિંધમ પેલેસમાં ડિનરનું આયોજન કરે છે. ફ્રાન્સમાં બાસ્તિલ ડે ઉજવવામાં આવે છે, આ કારણે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિને મિલેટ્રી પરેડમાં બોલાવે છે. જાપાનમાં રાજાશાહી છે એટલા માટે તેઓ ટ્રમ્પને બોલાવે છે અને સાથે જ સૂમો મેચ પણ બતાવવા લઈ જાય છે. આ જ રીતે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ખુશ કરવા માટે તેમનો પ્રેમ એટલે કે ભીડની સાઈઝને પસંદ કરી. અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો આવ્યા. આટલા જ લોકો એરપોર્ટથી લઈને મોટેરા સ્ટેડિયમની વચ્ચે રોડ શો દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા.
જર્મન માર્શલ ફન્ડ ઓફ ધ યુનાઈટેડ સ્ટેટ્સના એશિયા પ્રોગ્રામના ડાયરેક્ટર જુલિયન સ્મિથના હવાલાથી એનવાઈટીએ લખ્યું કે વિશ્વના મોટા નેતા અમેરિકાના રાષ્ટ્રપતિની ટુરમાં ઐતિહાસિક સ્થાનોના પ્રવાસ અને સ્થાનિક વાનગીઓને ઓછી કરી રહ્યાં છે અથવા તો હટાવી રહ્યાં છે. તેઓ તેમના અહંકારને પુરા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. છેલ્લા થોડા વર્ષોમાં આપણે અલગ-અલગ રીતે જોયું પરંતુ નેતાઓનું લક્ષ્ય દરેક વખતે સમાન જ રહ્યું છે અને એ કે ટ્રમ્પને કઈક અલગ અનુભવ કરાવી શકે. ભારતીયોએ એ નક્કી કર્યું કે જ્યારે ટ્રમ્પ અમેરિકા પરત આવે તો ભારત વિશે કેટલાક સારા અનુભવ સાથે લઈને આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.