રાજ્યસભાની 55 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજાશે, ભાજપ બહુમતીથી દૂર રહેશે


નવી દિલ્હીઃ રાજ્યસભાની એપ્રિલમાં રિટાર્યડ થઈ રહેલા 55 બેઠકોના સભ્યો માટે 26 માર્ચે ચૂંટણી યોજવા અંગેની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. પંચે કહ્યું કે, રાજ્યસભામાં 17 રાજ્યોની આ બેઠકોનો એપ્રિલમાં કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. 55 બેઠકોમાંથી સૌથી વધારે સાત મહારાષ્ટ્રમાંથી, 6 તમિલનાડું, પાંચ-પાંચ બેઠકો પશ્વિમ બંગાળ અને બિહારથી, જ્યારે ચાર-ચાર બેઠકો ગુજરાત અને આંધ્રપ્રદેશથી ત્રણ ત્રણ બેઠકો રાજસ્થાન, ઓરિસ્સા અને મધ્યપ્રદેશમાંથી છે.

રાજ્યસભામાં આ વર્ષે જે મુખ્ય નેતાઓનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે, તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, રામદાસ આઠવલે, દિલ્હી ભાજપ નેતા વિજય ગોયલ, કોંગ્રેસના દિગ્વિજય સિંહ અને NCP અધ્યક્ષ શરદ પવાર પણ સામેલ છે.હાલ NDA અને અન્ય સાથી પક્ષોની સભ્ય સંખ્યા રાજ્યસભામાં 106 અને ભાજપની 82 છે. જ્યારે 245 સભ્યોની રાજ્યસભામાં બહુમતી માટે 123 સભ્યોની જરૂર હોય છે.

મહત્વનું છે કે 2018 અને 2019માં ભાજપને ઘણા રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેની સીધે સીધી અસર રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી પરિણામ પર પડવી સ્વાભાવિક છે. બીજી બાજુ કોંગ્રેસ અને તેમના સહયોગી પક્ષોની સ્થિતિ 245 સભ્યોની રાજ્યસભામાં સુધરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.