સુરતઃ સિવિલ હોસ્પિટલના કાર પાર્કિંગની એક ગાડીમાં ઘડિયાળના અવાજે રાહદારીઓ બાદ આખા તંત્ર ને દોડતું કરી નાખ્યું હતું. કાર બોમ્બની વાત ને લઈ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ચોકીના જમાદારને જાણ કરાઈ હતી. જોકે, લગભગ 3 કલાકની મહેનત બાદ કાર માલિકને RTOની એપ્લિકેશનથી શોધી કારનું બોનેટ ખોલાવતા કારની રિમોર્ટ ચાવીના સેન્સર ખામીગ્રસ્ત હોવાનું બહાર આવતા તમામે રાહતનો દમ લીધો હતો.
3 કલાકની જહેમત બાદ કાર કીના સેન્સરમાં કોઈ ખામી હોવાનું સામે આવ્યું
રાજેશભાઇ ગણપતભાઈ પવાર (સિવિલ ચોકીના જમાદાર, ખટોદરા,પોલીસ સ્ટેશન) એ જણાવ્યું હતું કે, સિક્યુરિટી ગાર્ડે કહ્યું હતું કે, કાર પાર્કિંગમાં પાર્ક એક મારૂતિ કંપનીની કાર (GJ-05-CR-2121) માંથી ઘડિયાળના કાંટાના આવાજ જેવો જોરદાર અવાજ આવી રહ્યો છે. ત્યાં ઉભેલા લોકો કારમાં ટાઇમ બોબ્મ હોવાની વાત કરી રહ્યા છે. જાણ થતાં જ તેઓ રાઇટર હેમંતને લઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. લોકોની ભોડ વચ્ચે ચેક કરતા કાર સિવિલ હોસ્પિટલના કર્મચારીની હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ટાઈમ બોમ્બ જેવો અવાજ સાંભળી તાત્કાલિક આરટીઓની એક એપ્લિકેશનમાં કારનો નંબર નાખી કાર માલિકનું નામ અને સરનામું મેળવી લીધું હતું. ત્યારબાદ તેને જાણ કરી મિકેનિકને બોલાવી કારનું બોનેટ ખોલાવી દીધું હતું. લગભગ 3 કલાકની સતત જહેમત બાદ બહાર આવ્યું હતું કે આ રિમોર્ટ કાર કીના સેન્સરમાં કોઈ ખામી હોય શકે. જેને લઈ વાયર છુટા કરી દેતા અવાજ બંધ થઈ ગયો હતો.
હકીકત બહાર આવતા તમામે રાહતનો દમ લીધો
વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ બાદ આરએમઓ સહિત સુપ્રિટેન્ડન્ટ પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. દોડધામ મચી ગઇ હતી. કેટલાક ડોક્ટરો ઘટના સ્થળે થી દુર થઇ જવા સલાહ આપી રહ્યા હતા. જોકે, કલાકો બાદ હકીકત બહાર આવતા તમામે રાહતનો દમ લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.