અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમદાવાદ અને આગ્રા હતા જ્યારે મંગળવારે તેઓ દિલ્હીના રાજઘાટ ખાતે ગયા હતા અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ એવા સમયે ભારતમાં છે જ્યારે માઇક્રોસોફ્ટના મૂળ ભારતીય સીઇઓ સત્યા નડેલા પણ ભારતમાં જ છે. સોમવારે મુંબઇમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એશિયાના સૌથી ધનિક ગણાતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને સત્યા નડેલા એક સાથે જોવા મળ્યા હતા. આમ તો આ બંનેએ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી પરંતુ તેમની ચર્ચાના કેન્દ્ર સ્થાને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ રહ્યા હતા. આ અંગે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, અમેરિકાના અગાઉના તમામ પ્રેસિડન્ટ કરતાં ટ્રમ્પનો પ્રવાસ બિલકુલ અલગ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 2020માં એક અલગ ભારતને જોશે. અગાઉના રાષ્ટ્રપતિઓએ જે ભારત જોયું હતું તે હવે ઘણુ બદલાઇ ગયું છે. ભારત હવે ખૂબ જ ઝડપથી વિકાસના પંથે જઇ રહ્યું છે. ભા
ભારત પાસે પ્રીમિયર ડિજિટલ સોસાયટી બનવાની પૂરેપૂરી શક્યતા છે. ટેકનોલોજીની મદદ થી ભારત આગળ વધી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યોર્જ બુશ, બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા પણ ભારત આવી ચૂક્યા છે. પરંતુ ટ્રમ્પ એવા રાષ્ટ્રપતિ છે કે જે તેમના કાર્યકાળ દરમિયાન ભારતમાં બીજી વખત આવ્યા છે. ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીની દુનિયામાં અમેરિકાએ જે વિકાસ કર્યો છે તેમાં મૂળ ભારતીયોનો મોટો ફાળો છે. હાલ દુનિયાની સૌથી મોટી ગણાતી આઇટી કંપની માઇક્રોસોફ્ટના સીઇઓ જ મૂળ ભારતીય છે તેજ ઘણું બધું કહી જાય છે. ભારત અને અમેરિકા નજીક આવશે તો બંને દેશો વચ્ચે વેપારના વિકાસની અનેક તક રહેલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.