આણંદ: ખંભાતમાં બે કોમ વચ્ચે ફાટી નીકળેલા તોફાનો બાદ મંગળવારે ખંભાત શહેર બંધનું એલાન આપ્યું હતું. દરમિયાન એ સમયે ગવારા ટાવર પાસે છ હજાર જેટલાં પુરુષ તથા મહિલાઓ એકઠાં થયાં હતાં. જોકે, કોઈપણ સભા સરઘસ કરવા માટે પરવાનગી ન આપી હોવા છતાં ટોળાં એકઠાં કરવા અને ઉશ્કેરણીજનક ભાષણ કરવા મુદ્દે ભાજપના માજી ધારાસભ્ય, કાઉન્સિલર સહિત કુલ 18 સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાતમાં ગત રવિવારે અકબરપુર વિસ્તારમાં બે કોમના ટોળાં સામ-સામે આવી ગયાં હતાં અને પથ્થરમારો અને આગચંપી કરી હતી. આ મામલે હિન્દુ સમાજના આગેવાનો દ્વારા મંગળવારે બંધનું એલાન જાહેર કર્યું હતું. કોમી રમખાણના ઘેરા પ્રત્યાઘાત પડે નહીં તે માટે કોઈ પણ સમાજના માણસોને કે આગેવાનોને કોઈ રેલી , સભા, સરઘસ કે અન્ય કોઈ પણ પ્રકારની જાહેર સભાને પરવાનગી આપી નહોતી તેમ છતાં સાડા નવ કલાકે પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ સહિત ભાજપના કેટલાક કાઉન્સિલર અને કાર્યકરો ગવારા ટાવર ખાતે એકઠાં થયા હતા. તેમણે ઉશકેરણીજનક ભાષણો કર્યાં હતાં અને સૂત્રોચ્ચાર કરવા માટે આહવાન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.