મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા 15 ઇન્કમ ટેક્સ અધિકારીઓને રિટાયર્ડ કર્યા છે. CBDTએ 15 સીનિયર અધિકારીઓને જબરદસ્તી રિટાયર્ડ કરવાન નિર્ણય લીધો છે. આ વર્ષે જૂન મહીનામાં પણ એવો જ એક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હાઇ રેન્કવાળા ભારતીય મહેસૂલ સેવાનાં 27 અધિકારીઓને જબરદસ્તીથી રિટાયર્ડ કરી દીધાં હતાં. જેમાં કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડ (CBDT)નાં 12 અધિકારીઓ શામેલ હતાં. જેઓનું ભ્રષ્ટાચાર મામલામાં નામ સામે આવ્યાં બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે ટેક્સ અધિકારીઓ વિરૂદ્ધ અનિયમિતતાનો આરોપ છે, તેમની વિરૂદ્ધ અમે કડક કાર્યવાહી કરી છે. આપને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) એ 15 ઓગસ્ટનાં રોજ લાલ કિલ્લાએથી આપેલા ભાષણમાં પણ ટેક્સ અધિકારીઓ દ્વારા પરેશાની કરવા મામલે ચિંતા વ્યક્ત કરી હતી.
આ નિયમ અંતર્ગત કરાઇ કાર્યવાહીઃ સેન્ટ્રલ સિવિલ સર્વિસેઝ 1972નાં નિયમ 56 (j) અંતર્ગત 30 વર્ષુ સુધી સેવા પૂરી કરી ચૂક્યા અથવા 50 વર્ષની ઉંમર પર પહોંચી ચૂકેલા અધિકારીઓની સર્વિસ સરકાર સમાપ્ત કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.