ભાજપી સાંસદ પ્રકાશ જાવડેકરનો આક્ષેપ- ‘આપ’ના કાઉન્સિલરે તોફાનોની તમામ તૈયારીઓ કરી હતી

રવિવારથી ઉત્તર-પૂર્વ દિલ્હીમાં શરૂ થયેલી હિંસાનો દોર હવે સમાપ્ત થયો છે. ઉત્તર-પૂર્વ દિલ્હીની પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, પરંતુ મૃત્યુઆંક વધીને 34 થઈ ગયો છે. ત્યારે ગુરુવારે ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટમાં ભડકાઉ ભાષણ આપનારાઓ વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ કે નહીં તેની સુનાવણી 13 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.

બીજી તરફ પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આપ પાર્ટી દ્વારા તોફાનો માટેની તમામ તૈયારી કરવામાં આવી હતી. રમખાણોમાં કાઉન્સિલર તાહિર હુસેનની કથિત ભૂમિકા બાદ ભાજપ આમ આદમી પાર્ટી પર હુમલો કરી રહી છે. પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદમાં આપ પર આરોપ લગાવ્યો હતો કે અમાનતુલ્લાહ ખાને જિન્નાહ વાળી આઝાદી મામલે ભડકાઉ ભાષણ આપ્યું હતું. પ્રકાશ જાવડેકરે માત્ર આપને જ નહીં કોંગ્રેસને પણ નિશાન બનાવ્યુ હતું. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી, પ્રિયંકા અને રાહુલ ગાંધીએ ઉશ્કેરણીનું કામ શરૂ કર્યું છે. સોનિયા

ગાંધીએ આરપાર લડાઈની વાત કરી હતી. તે 1984 ના રમખાણો પછી રાજીવ ગાંધીના બડા પેડ વાળા નિવેદન જેટલું જ ગંભીર છે.

આગામી સુનાવણી 13 એપ્રિલના રોજ
કોર્ટે કેન્દ્ર સરકારને તેનો જવાબ રજૂ કરવા ત્રણ અઠવાડિયાનો સમય આપવાની સાથે આ મામલે 13 એપ્રિલ સુધી સુનાવણી મુલતવી રાખી છે. બીજી તરફ દિલ્હી પોલીસે હાઈકોર્ટને કહ્યું કે તેઓએ નિર્ણય લીધો છે કે તેઓ ભડકાઉ ભાષણો પર હાલ એફઆઈઆર નોંધશે નહીં કારણ કે તે યોગ્ય સમય નથી. આના કારણે દિલ્હીની શાંતિ પુન:સ્થાપિત કરવામાં મદદ મળશે નહીં અને દિલ્હીની સ્થિતિ સામાન્ય થશે નહીં. દિલ્હી પોલીસે એ પણ માહિતી આપી હતી કે તેઓએ હિંસાના મામલે અત્યાર સુધીમાં 48 એફઆઈઆર નોંધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.