AAPને થોડા સમય પહેલા જ દિલ્લીમાં સતત 3જી વખત જીત મળી છે. જેના કારણે હવે AAPનો જુસ્સો વધ્યો છે અને હવે AAPની નજર ગુજરાત સહિત અન્ય રાજ્યો પર પણ છે. હાલમ AAP મુંબઇ નગરપાલિકા ઉપર કબજો જમાવવાની સતત તૈયારી કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, AAP મુંબઇમાં કોઇ અન્ય પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે તે એકલા જ પોતાના દમ પર જ ચૂંટણી લડશે. ત્યારે હવે રાજકોટમાં AAPના પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઈએ મહત્વનું નિવેદન કર્યુ છે.
રાજકોટમાં AAPના પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઈએ જણાવ્યુ હતું કે, હવે AAP પાર્ટી ગુજરાતમાં સક્રિય થઇ છે. ગુજરાતમાં AAP પાર્ટીનુ સંગઠન વધુ મજબૂત બનાવવામાં આવશે. AAPએ ગુજરાતમાં રાષ્ટ્ર નિર્માણ અભિયાન શરૂ કર્યું છે. દિલ્લીની જેમ ગુજરાતમાં પણ AAPએ મિસ્ડકોલના માધ્યમથી આ પાર્ટીમાં જાહેર જનતા જોડાઇ શકે તેવી યોજના શરુ કરી છે. ગુજરાતમાં આ વર્ષે યોજાનાર તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ AAP લડશે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડની ચૂંટણીમાં AAP ઝંપલાવશે. ભાજપ અને કોંગ્રેસના નારાજ નેતાઓને પણ AAPમાં તક આપવામાં આવશે.
AAP હવે મહારાષ્ટ્ર, મુંબઇ સહિત પોતાના દેશવ્યાપી વિસ્તાર પર ધ્યાન આપશે. થોડા દિવસ અગાઉ AAPના સાંસદ સંજયસિંહે કહ્યું હતું કે, દિલ્લીમાં કેજરીવાલ સરકારે કામ કર્યું છે અને કામના દમ પર મજબૂતીથી સરકારની વાપસી થઇ છે. અને હવે પાર્ટી મુંબઇ સહિત અન્ય રાજ્યોની મહાનગરપાલિકામાં પણ મજબૂતીથી ચૂંટણી લડશે. સંજયસિંહે વધુમાં કહ્યું કે, મુંબઇ મનપાની ચૂંટણીમાં પાર્ટી કોઇ સાથે ગઠબંધન નહીં કરે. અને પોતાના દમ પર ચૂંટણી લડશે. મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પાર્ટીને મજબૂત કરવા પર કામ કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.