અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પૂરી થતાંની સાથે પાકિસ્તાન પ્રત્યે અમેરિકાનો પ્રેમ દેખાવા લાગ્યો છે. ઇસ્લામાબાદ પહોંચેલા અમેરિકાના વાણિજ્યમંત્રી વિલ્બર રોસે પાકિસ્તાન સાથે વેપાર કરાર વધારવાની વાત કરી છે. ટ્રમ્પે ભારતમાં વેપાર કરાર બાબતે ભવિષ્ય પર મામલો ઢોળી દીધો હતો. ટ્રમ્પની મુલાકાત સમયે ફક્ત રક્ષા કરાર થયા છે. ટ્રેડ કરાર બાબતે હજુ પણ આ મામલે અદ્ધરતાલ છે. ટ્રમ્પ અને ભારતે બે કોમર્સ મીનિસ્ટર વચ્ચે થયેલી વાતચીત હાકારત્મક દિશામાં આગળ વધારીશું એવો સંકેત આપ્યો હતો. જોકે, પાકિસ્તાનમાં તો કોમર્સ મીનિસ્ટર કરાર કરવા ઉત્સુક છે. અમદાવાદમાં ટ્રમ્પની મુલાકાત માટે સરકારે 100 કરોડનો ખર્ચ કર્યો છે. એમાં ભારત સાથે અમેરિકાના સંબંધો સુધારવાની બાબત મુખ્ય હતી. ટ્રમ્પ સારા સારા વચનો બોલીને અમેરિકા રવાના થયા છે પણ જે રક્ષા કરાર થયા છે તે અંગેની વાતચીત 2018થી ભારત અને અમેરિકા વચ્ચે ચાલતી હતી.
કોમર્સ મીનિસ્ટર રોસે કહ્યું છે કે, આતંકવાદ સામે લડાઈની પાકિસ્તાનની નવી કોશિશો અંતર્ગત અમેરિકા તેની સાથે વેપાર કરાર કરવા માટે ઉત્સુક છે. ટ્રમ્પની ભારત મુલાકાતના એક દિવસ બાદ રોસે ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઊમરાનખાન, વિદેશમંત્રી શાહ મહમંદ કુરેશી અને ઉર્જામંત્રી ઉમર અયૂબ ખાન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ એ બંને દેશો વચ્ચે વેપાર કરારો અને રોકાણ સંબંધિત નવા સમીકરણો ઉભા કરવા માટેનો હતો. રોસે કહ્યું છે કે, પાકિસ્તાન સાથે અમેરિકાના મૈત્રી સંબંધો બંને દેશો માટે ફાયદાકારક છે. આ સમયે ટ્રમ્પના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો કે ભારતમાં પણ પાકિસ્તાન સાથેના સારા સંબંધોનો ઉલ્લેખ થયો છે. એક સમયે અમેરિકા પાકિસ્તાન માટે સૌથી મોટો નિકાસકાર દેશ હતો. પાકિસ્તાન અને અમેરિકાની કંપનીઓ વચ્ચે કામ કરવાનો લાંબો ઇતિહાસ છે. જેને પગલે આર્થિક સુધારાઓ સાથે નવી નોકરીઓ પણ પેદા થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.