નવી દિલ્હીઃ દિલ્હીમાં ગુરુવારે તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે શાંતિ રહી હતી. વધુ 11 ઈજાગ્રસ્તોના દમ તોડતાની સાથે આંકડો 38 થઈ ગયો હતો. 48 FIR નોંધી 136 રમખાણકારોની ધરપકડ કરવામાં આવી છે. તમામ કેસની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચની બે SITની રચના કરવામાં આવી છે. દિલ્હી પોલીસે સોમવારે દાવો કર્યો હતો કે રમખાણો પાછળ મોટું કાવતરું છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઘણી જગ્યાઓએ મોટી ગિલોલ જેવા પેટ્રોલ બોમ્બ, પથ્થર અને એસિડ પાઉચ મળવાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ બધું એક કાવતરા હેઠળ જ કરવામાં આવ્યું છે. પરંતુ આ બધાની પાછળ કોણો હાથ છે એ અંગે પોલીસે કોઈ પણ પ્રકારનો ખુલાસો કર્યો નથી.
હિંસામાં મૃતકોની સંખ્યા ગુરુવારે 38 થઈ ગઈ, જેમાંથી હોસ્પિટલના અધિકારીઓએ 29 લાશની ઓળખ કરી છે. પોલીસે અત્યાર સુધી મૃતકો અને ઘાયલો સહિત 250 પીડિતોની એક યાદી તૈયાર કરી છે. આ આંકડો જણાવે છે કે દર ત્રણ પીડિતોમાંથી એક ગોળી વાગવાના કારણે ઘવાયા છે. આ સંખ્યાથી પોલીસ એ તપાસ કરવા માચે તત્પર થઈ છે કે કેટલા લોકો પાસે બંદૂક હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.