અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, ઈવાંકા અને તેના પતિ પોતાનો ભારત પ્રવાસ પૂર્ણ કરીને 25 ફેબ્રુઆરીએ પાછા પોતાના દેશ અમેરિકા જવા માટે રવાના થઈ ગયા હતા. અમેરિકા પહોંચ્યા બાદ ઈવાંકા અને મેલાનિયા ભારત વિશે પોતાના અનુભવ સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહ્યા છે. પોતાના ભારત પ્રવાસ દરમિયાન મેલાનિયા દિલ્હીની સર્વોદય સ્કૂલમાં હેપ્પીનેસ ક્લાસ જોવા ગયા હતા. અહીં સ્કૂલની બાળકીઓએ તિલક લગાવીને અને આરતી ઉતારીને તેમનું સ્વાગત કર્યું હતું. પોતાના આ પારંપરિક સ્વાગતથી મેલાનિયા ભાવુક થઈ ગયા. અમેરિકા પાછા ગયા બાદ તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી પોતાની સ્કૂલની મુલાકાતના કેટલાક ફોટા શેર કર્યા છે.
આ ફોટાઓ સાથે મેલાનિયાએ લખ્યું, તિલક અને આરતીની સાથે મારું પારંપરિક સ્વાગત કરવા માટે સર્વોદય સ્કૂલનો આભાર. ઉમળકાભર્યા આ સ્વાગતને હું ક્યારેય નહીં ભૂલીશ. મેલાનિયા સર્વોદય સ્કૂલના ટીચર્સને પણ મળ્યા અને હેપ્પીનેસ ક્લાસ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો. તેમણે ટીચર્સની સાથે પણ પોતાના ફોટા શેર કર્યા છે.
વધુ એક ટ્વીટમાં મેલાનિયાએ લખ્યું, હું દિલ્હીની સર્વોદય સ્કૂલના રીડિંગ ક્લાસરૂમ અને હેપ્પીનેસ અભ્યાસક્રમથી ખૂબ જ પ્રભાવિત થઈ. તેમણે લખ્યું, એ જોઈને મને ખૂબ જ સારું લાગ્યું કે, # Be Best કાર્યક્રમ માત્ર અમેરિકા સુધી સીમિત નથી અને દુનિયામાં ક્યાંય પણ એ શરૂ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.