હીરાઉદ્યોગમાં કારીગરો પાસેથી ઉઘરાવાતાો પ્રોફેશનલ ટેક્સ નાબુદ કરવા માટે રત્નકલાકાર વિકાસ સંઘે આક્રમક વલણ અપનાવ્યું છે. વારંવારની પાલિકાને તથા રાજય સરકારને રજૂઆત કરવા છતા કોઇ નિકાલ નહીં આવતા 15 માર્ચથી 17 માર્ચ સુધી ઉપવાસ આંદોલન અને 16 માર્ચે હીરાઉદ્યોગ બંધ રાખવાની ચિમકી ઉચ્ચારી છે. એ પહેલા સંઘ 6 માર્ચે બીજા ડાયમંડ એસોસિએશનને સાથે રાખીને સુરત જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપશે. રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કહ્યું હતું કે હીરાઉદ્યોગમાં 6.50 લાખ રત્નકલાકારો કામ કરે છે અને તેમની પાસેથી રૂપિયા 150થી 200 રૂપિયા સુધીનો ખોટો પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે.ઘંટી પર કામ કરતા કારીગરો મજુરની વ્યાખ્યામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.