સુરત : સુરતમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. અતિ ઉંચા દરે વ્યાજે પૈસા આપી અને પરત ન ચુકવી શકનારા લોકોને હેરાન કરતા વ્યાજખોરો હવે મિલકતો પડાવી લીધા પછી પણ હેરાન કરી રહ્યા છે. દરમિયાન આવી જ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઘટી છે. કાપોદ્રામાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે વ્યાજખોરોના આતંકથી કંટાળીને અંતિમ ચિઠ્ઠી લખી આપઘાત કર્યો છે. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.
બનાવના પ્રાપ્ત અહેવાલ મુજબ કાપોદ્રાના યુવક જીતેન્દ્રએ વ્યાજે પૈસા લીધા હતા. હીરાના વ્યવસાય સાથે જોડાયેલા જીતેન્દ્ર પાસેથી વ્યાજખોરોએ મકાન લખાવી લીધું હતું. લેણદારોએ મકાન લખાવી લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા જીતેન્દ્ર કાતરોડિયા નામના યુવાને અંતિમ પગલું ભર્યુ છે. હીરા ઉદ્યોગમાં એક તરફ મંદીનો માર છે ત્યારે વ્યવસાયમાં નાણાની સંકડાશ પડતા વ્યવસાયીઓ આ પ્રકારે ઉંચા દરે વ્યાજે પૈસા લેવા મજબૂર બનતા હોય છે. બીજી બાજુ ખાનગી નાણા ધીરનારાઓનો આતંક એટલો વધી ગયો છે કે મલિકત લખાવી લીધા બાદ પણ મૂડી માટે દબાણ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.