કન્હૈયા કુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવા દિલ્હીની કેજરીવાલ સરકારની લીલીઝંડી

નવી દિલ્હીઃ દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીમાં લાગેલા કથિત રીતે દેશ વિરોધી નારાઓ મામલે સ્પેશ્યલ સેલને મંજૂરી આપી દીધી છે. દિલ્હીની કેજરીવાલ સરકારે આ મંજૂરી આપી છે. હવે જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.

સ્પેશ્યલ સેલને આ મામલામાં મંજૂરી આપવાની ફાઇનલ ઘણા સમયથી  પેન્ડિગ છે. ત્યારબાદ દિલ્હી સરકારની મંજૂરી બાદ હવે કન્હૈયા કુમાર પર રાજદ્રોહની કલમો હેઠળ કેસ ચલાવવામાં આવશે. આ મામલામાં દિલ્હી સરકારે ઉમર ખાલિદ, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલિદ બસીર પર પણ રાજદ્રોહનો  કેસ ચલાવવાની મંજૂરી આપી છે.

વાસ્તવમાં તાજેતરમાં જ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં મામલાની સુનાવણી થઇ હતી તો દિલ્હી પોલીસે કહ્યુ હતું કે અત્યાર સુધીમાં દિલ્હી સરકાર તરફથી રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી મળી નથી. ત્યારબાદ કોર્ટે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને નિર્દેશ  આપ્યા હતા કે તે દિલ્હી સરકારને પત્ર લખીને આ મામલે વલણ સ્પષ્ટ કરવા કહે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.