શ્રીનગરઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ પુલવામા હુમલામાં સામેલ આત્મઘાતી આતંકવાદીઓના એક મહત્વના સાગરીતની ધરપકડ કરી છે. શુક્રવારે NIAના અધિકારીઓએ જણાવ્યું કે શાકિર બશીર મગરે નામનો આતંકી પુલવામા હુમલામાં આરોપી છે. જૈશ-એ-મોહમ્મદના આ ઓવરગ્રાઉન્ડ આતંકીએ પુલવામા હુમલાના આદિલ અહમદ ડારને પોતાના ઘરમાં જ શરણુ આપ્યું હતું. સાથે જ તેણ માલ-સામાન પણ ઉપલબ્ધ કરાવ્યો હતો. 14 ફેબ્રુઆરી 2019એ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા.
NIAએ કહ્યું પૂછપરછમાં શાકિરે કબૂલ કર્યું છે કે તેણે 2018ના અંતથી લઈને 2019માં પુલવામા હુમલાની તારીખ સુધી આતંકી આદિલ અહમદ ડાર અને પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અમર ફારુકને પોતાના ઘરે આશ્રય આપ્યો હતો. તેણે બંને આતંકવાદીઓને આઈઆઈડી વિસ્ફોટક તૈયાર કરવામાં મદદ કરી હતી. વિસ્તૃત પુછપરછ માટે શાકિરને 15 દિવસ માટે એનઆઈએની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના અવન્તીપુરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. ગોરીપુરા ગામની પાસે થયેલા હુમલામાં 44 જવાન શહીદ થઈ ગયા હતા. આતંકીએ વિસ્ફટકથી ભરેલી એસયુવી સીઆરપીએફ જવાનોને લઈ જઈ રહેલી બસની સાથે અથડાવી હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. પુલવામા હુમલો કાશ્મીરમાં 30 વર્ષનો સૌથી મોટો આતંકી હુમલો હતો. હુમલો આદિલ ડારે કર્યો હતો, જે જૈશ-એ-મોહમ્મદનો આતંકી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આતંકીએ હુમલા માટે 350 કિલો IEDનો ઉપયોગ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.