પાકિસ્તાનમાં ડિજિટલ સેન્સરશિપ કાયદાનો વિરોધ, ઈમરાન ખાનને ધમકી- આ જ સ્થિતિ રહેશે તો દેશ છોડી દઈશુ

સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક, ટ્વિટર અને ગૂગલ સહિત ઘણી કંપનીઓએ પાકિસ્તાનના ડિજિટલ સેન્સરશિપ કાયદાનો વિરોધ કર્યો છે. તેમના ગ્રૂપ એશિયા ઈન્ટરનેટ કોએલિશને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને કડક શબ્દોમાં ચિઠ્ઠી લખીને કહ્યું છે કે, આ કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો તેઓ પાકિસ્તાનમાં સેવા નહીં આપે. તેમનું કહેવું છે કે, કાયદો બનાવતી વખતે લોકોનો અને નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં નથી આવ્યો. અમુક જોગવાઈ એવી છે કે તેમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કન્ટેન્ટને વાંધાજનક માની શકે છે.

આ કંપનીઓએ આ કન્ટેન્ટ 24 કલાકમાં દૂર કરવી પડશે. ઈમરજન્સીમાં આ સમય મર્યાદા 6 કલાકની રહેશે. આતંકવાદ, અભદ્ર ભાષા, માનહાનિ, ફેક ન્યૂઝ, હિંસા માટે ઉશ્કેરવા અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કંપનીઓએ નેશનલ કોર્ડિનેટરના આદેશ માનવા પડશે. સબ્સક્રાઈબર, ટ્રાફિક, કન્ટેન્ટ અને એકાઉન્ટ સાથે જોડાયેલી માહિતી ઈન્ટેલિજન્સ એજન્સીઓ સાથે શેર કરવી પડશે.

કોઈ પણ વ્યક્તિ, સગીરના પેરેન્ટ્સ, મંત્રાલય, સરકારી કંપનીઓ અથવા ઈન્ટેલિજન્સ એજન્સી વાંધાજનક કન્ટેન્ટની ફરિયાદ કરી શકે છે. ફરિયાદ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. જો કંપની કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેમને બ્લોક કરી દેવામાં આવશે. તેના વિરુદ્ધ તેઓ વિશેષ કમિટીની સામે બે સપ્તાહની અંદર અપીલ કરી શકશે.

કંપનીઓએ લખ્યું છે- આ નિયમ અસ્પષ્ટ અને મનમાની ભરેલા છે. આ પાકિસ્તાનના 7 કરોડ ઈન્ટરનેટ યુઝર્સની ગોપનીયતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. આ વિશે ફરી ચર્ચા કરવામાં નહીં આવે તો પાકિસ્તાનમાંથી વેપાર સમેટવા વિશે વિચાર કરવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.