રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપવા બદલ કન્હૈયા કુમારે કેજરીવાલનો માન્યો આભાર,આપી આ પ્રતિક્રિયા

કન્હૈયા કુમારે પોતાની સામે રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી મળ્યા બાદ પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાની સામે રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપવા માટે દિલ્હીની કેજરીવાલ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવવાની માગ કરી છે. CPI નેતા કન્હૈયા કુમારે ટ્વીટ કરી, રાજદ્રોહ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અને તેના પર તરત જ કાર્યવાહી કરવાની જરૂરત એટલા માટે છે, જેથી દેશને જાણ થાય કે કઈ રીતે રાજદ્રોહના કાયદાનો ખોટો ઉપયોગ આ આખા મામલામાં રાજકારણીય લાભ અને લોકોને તેમને મૂળભૂત મામલાઓથી ભટકાવવા માટે કરવામાં આવ્યો છે.

તેણે કહ્યું કે, દિલ્હી સરકારને રાજદ્રોહ કેસ ચલાવવા માટેની મંજૂરી આપવા માટે આભાર. દિલ્હી પોલીસ અને સરકારી વકીલોને આગ્રહ છે કે આ કેસને હવે ગંભીરતાથી લેવામાં આવે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી ટ્રાયલ થાય અને કાયદાની અદાલતમાં ન્યાય સુનિશ્ચિત કરવામાં આવે. સત્યમેવ જયતે.

તેણે કહ્યું કે, પહેલીવાર મામલામાં ચાર્જશીટ ત્યારે દાખલ કરવામાં આવી હતી, જ્યારે હું ચૂંટણી લડવાનો હતો અને હવે ફરીથી બિહારમાં ચૂંટણી થવાની છે. બિહારમાં NDAની સરકાર છે, જ્યાં BJP છે અને તે સરકારે NRC-NPRની સામે વિધાનસભામાં એક પ્રસ્તાવ પાસ કર્યો છે. આ મામલાને રાજકીય લાભ માટે લટકાવવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.