સુરત : જો તમે ગાડીમાં જોખમ મૂકીને જતા હોય તો ચેતી જજો કારણકે પાર્ક ગાડીમાંથી કાચ તોડીને ચોરી કરતી ગેંગ સુરતમાં સક્રિય થઈ છે. સુરતમાં એક યુવાનને ગાડી પાર્ક કરીને ભેળ ખાવા જવાનું ભારે પડ્યું છે. યુવક ભેળ ખાવા માટે ગયો હતો ત્યારે તેણે ગાડીમાં મૂકેલ રોકડા રૂપિયા 3.5 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે ચોરીની આ ઘટના CCTVમાં કેદ થઈ છે.
બનાવની વિગત એવી છે કે સુરતમાં પાર્ક કરેલ ગાડીના કાચ તોડીને દાગીના કિંમતી ચીજવસ્તુ અને રોકડની ચોરી કરતી એક ગેંગ પોલીસે થોડા સમય પહેલા ઝડપી પાડી અનેક ચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા. જોકે ફરીએક વાર આવી ગેંગ સુરતમાં સક્રિય થઈ છે. સુરતના વરાછા મેઈન હીરાબાગ સર્કલ નજીકના સરગમ ડૉક્ટર હાઉસપાસે મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના માનગઢના વતની અને નજીક કઠોરના મેપલ વિલા ખાતે રહેતા સુરેશ લાલજી ઈટાળીયા ગતરોજ પોતાની કાર લઈને હીરાબાગ નજીક આવેલા ડૉક્ટર હાઉસ બિલ્ડીંગની સામે રસ્તા પર ગેરકાયદેસર રીતે કાર પાર્ક કરીને ભેળ ખાવા માટે ગયાં હતાં.
આ દરમિયાન ગણતરીની સેકન્ડમાં બે ગઠિયા પૈકી એકે કારની ડાબી બાજુનો કાચ તોડીને ડ્રોઅર બોક્સમાં રાખેલા રોકડા રૂપિયા સાડા ત્રણ લાખની ચોરી કરી હતી. આ ગઠિયાઓ ઉતરતા પૂલના છેડેથી કૂદીને મો પર રૂમાલ બાંધેલી હાલતમાં કારની નજીક આવ્યો હતો. આ દરમિયાન થોડીવાર કારમાં બેસીને ઉતરીને ભેળની દુકાને સુરેશ ઈટાળીયા ગયા તેનો લાભ લઈને ગઠિયાએ કારનો કાચ તોડી દરવાજો ખોલીને રોકડની ચોરી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.