અમદાવાદ: શહેરમાંથી ફરી એકવાર M D ડ્રગ્સ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું છે. પોલીસે 1.4 કિલો M D ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. ઢાલગરવાડમાં રહેતા પિતા-પુત્ર મુંબઈ અમે ગોવાથી ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હતા. પુત્ર મુંબઈના અસફાકબાવા નામના શખ્સ પાશેથી માલ મંગાવતો હતો. જ્યારે પિતા ડ્રગ્સના કેરિયર છે. કુલ સાત લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમીના મળી હતી કે મુંબઈથી અમદાવાદ આવતી ટ્રાવેલ્સમાં એમડી ડ્રગ્સ આવવાનું છે. જેમે લેવા બે શખ્સ પએસજી હાઈવે પર આવેલી ટ્રાવેલ્સની ઓફિસ પર આવશે. ક્રાઈમ બ્રાન્ચે ત્યાં વોચ ગોઠવી હતી. બસ આવી જતા બે શખ્સ ટ્રાવેલ્સની ઓફિસે ડ્રગ્સનું પેકેટ લેવા પહોંચ્યા હતા. જ્યાં કંડક્ટર પાસેથી ડ્રગ્સનું પેકેટ લેતાં બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતા. પેકેટ ખોલીને જોતા 1.469 કિલોના ડ્રગ્સનો જથ્થો હતો. ક્રાઈમ બ્રાન્ચે મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ હુસેન એમ બે આરોપીઓનની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સની કિંમત 1.46 કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં મઝહરના પુત્ર સહજાદે ગોવા અને મુંબઈથી ડ્રગ્સ મંગાવ્યુ હતું.
આરોપી મઝહરના ઘરે તેના પુત્રને ઝડપવા ક્રાઈમ બ્રાન્ચે તેના ઘરે પણ પણ સર્ચ કર્યું હતું. જો કે સહજાદ મળ્યો નહતો. ઘરમાંથી એક પિસ્ટલ અને ત્રણ કારતુસ મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કુલ સાત લોકો સામે ગુનો નોંધી ડ્રગ્સની હેરાફેરી કરવા બદલ તેમજ ગેરકાયદે હથિયાર રાખવાના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ગોવાથી વાયા મુંબઈથી અમદાવાદ લાવવામાં આવેલું આ દોઢ કરોડનું ડ઼્ગ્સ કોને પહોંચાડવાનું હતું ગોવાથી જે વ્યક્તિએ ડ્રગ્સનો જથ્થો મોકલ્યો છે તે વ્યક્તિ કોણ છે અને કેટલા સમયથી આ પ્રકારે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે અને આ ડ્રગ્સની હેરાફેરીમાં કોણ કોણ સંકળાયેલું છે ? તે મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.