લખનઉઃ CAA વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં બે મહિના કરતા વધારે સમયથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ જ પ્રકારના વિરોધ પ્રદર્શન ઉત્તર પ્રદેશમાં પણ થઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં બેઠેલી એક છોકરી વરસાદમાં બિમાર પડી અને ઈલાજ કરાવતી વખતે મૃત્યુ પામી. કાનપુરમાં ધરણા પર બેઠેલી મહિલાઓને જ્યારે પોલીસે હટાવી તો આ મહિલાઓએ માર્ગો પર કબ્જો કરી લીધો. મજબૂર થઈ પ્રશાસનને પાર્કમાં ધરણા કરવાની મંજૂરી આપવી પડી. અલીગઢમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન સમયે માહોલ ત્યાં સુધી બગડી ગયો કે ઈન્ટરનેટ સેવા બંધ કરવાની ફરજ પડી. મુરાદાબાદમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન સમયે તોફાન થતા પોલીસે ધરણામાં સામેલ શાયર ઈરમાન પ્રતાપગઢીને 1 કરોડ 4 લાખની નોટિસ ફટકારી છે. સહારપુરમાં શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલી રહ્યું છે તો પ્રયાગરાજમાં ધરણા સ્થળ પર વરસાદનું પાણી ભરાઈ ગયા બાદ પણ મહિલાઓ ત્યાંથી હટી નહીં. આઝમગઢના બિલરિયાગંજ વિસ્તારમાં ધરણા પર બેઠેલી મહિલાઓને પોલીસે લાઠીચાર્જ કરી ભગાડી તો તેમને મળવા માટે કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમને મળવા પહોંચી હતી. યુપીના 7 શહેરમાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ…
લખનઉના ઘંટાઘર ખાતે 17 જાન્યુઆરીથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અહીં સાંજે 5 વાગ્યા આસપાસ અમે પહોંચ્યા. 43 દિવસથી જારી ધરણામાં મહિલાઓની સંખ્યા સામાન્ય દિવસ કરતા ઓછી નજરે પડે છે. મહિલાઓએ કહ્યું કે આ સમયે બાળકોની પરીક્ષા ચાલી રહી છે, માટે મહિલાઓ થોડી વ્યસ્ત થઈ ગઈ છે. આ મહિલાઓએ પ્રતિકાત્મક રીતે ડિટેંશન સેન્ટર પણ બનાવ્યું છે. પાસે ભારતનો નકશાનું કટઆઉટ પણ લગાવવામાં આવ્યું છે. કેટલીક મહિલાઓ રંગોળી તો કેટલાક ચાર્ટ પેપર પર નવા-નવા સ્લોગન લખી રહી છે. ફખરુદ્દીનની દિકરી તૈય્યબા બીએની વિદ્યાર્થીની છે. તે પણ ઘંટાઘર પર અન્ય મહિલાઓની સાથે ધરણા પર બેઠી હતી. ઠંડીમાં થયેલા વરસાદમાં પલડવાથી તેની તબિયત બગડી ગઈ હતી. ગયા રવિવારે ઈલાજ સમયે તેનું મોત થયું હતું. પ્રદર્શન સમયે સમાચારોમાં આવેલી શાયર મુનવ્વર રાણાની દિકરી સુમૈયા કહે છે કે લખનઉમાં ધરણા શાહીનબાગની માફક થયા થયા હતા. શાહીનબાગ જો કોઈ વચ્ચેના માર્ગ પર બેસી જશે તો તે ત્યાં સુધી નહીં ઉઠે કે જ્યાં સુધી CAA,NRC અને NPR પાછા લેવામાં ન આવે. પ્રશાસને મહિલાઓના પ્રદર્શનને લગતી 4 FIR દાખલ કરી છે, જેમાં 298 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
કાનપુરના મોહમ્મદ અલી પાર્કમાં CAA સામે ધરણા પર બેઠેલી મહિલાઓનું કહેવું છે કે દિલ્હીમાં જેમણે પણ તોફાનો કર્યા છે તે હિન્દુસ્તાની હોઈ શકે નહીં. મહિલાઓનું કહેવું છે કે CAAના વિરોધની આડ લઈને તોફાનો કરવા માટેનું આ ષડયંત્ર છે, જે સમગ્ર દેશમાં તમામ જગ્યાએ શાંતિથી આ બિલનો વિરોધ કરવા બેઠેલા લોકોને બદનામ કરવા માગે છે. 53 દિવસથી કાનપુરના મોહમ્મદ અલી પાર્કમાં ધરણા કરી રહેલી મહિલાઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. 9 ફેબ્રુઆરીના રોજ પોલીસે મહિલાઓને પાર્કમાંથી હટાવી તો મહિલાઓ ચમનગંજ માર્ક રોકીને બેસી ગઈ. મુખ્ય માર્ગ બંધ થતા શાળા, દુકાનો અને ટ્રાફિક ઠપ્પ થઈ ગયો. પોલીસને પાર્કમાં ધરણા કરવા માટે મંજૂરી આપવાની ફરજ પડી. પોલીસે 7 ફેબ્રુઆરીએ 80 લોકોને નોટિસ આપી છે, જ્યારે 200 લોકો પર શાંતિ ભંગ કરવાની કાર્યવાહી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.