ટ્રમ્પે ફરી કર્યા મોદીના વખાણ, કહ્યું- ભારતના લોકો તેમને ખૂૂબ જ પ્રેમ કરે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાઉથ કોરોલિનામાં રેલીને સંબોધોન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તે એક શાનદાર વ્યક્તિ છે, દેશના લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. રેલીમાં ટ્રેમ્પે ભારત પ્રવાસ અને તે દરમિયાન થયેલા અનુભવો શેર કર્યા હતા. 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ દરમિયાન ટ્રમ્પે 2.30 મિનિટ મોદીની પ્રશંસા કરી હતી.

ટ્રમ્પે કહ્યું- ગત સપ્તાહે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં સવા લાખ લોકોને સંબોધિત કર્યા બાદ હવે હું ક્યારે પણ જનસમુહને લઈને એટલો ઉત્સાહિત નહિ થઈ શકું, જેટલો હું ત્યાં હતો. હું તમને જણાવવા માંગુછું બધુ જ ત્યાં સારું હતું.

ટ્રમ્પે કહ્યું- હું અહીં એકત્રિત લોકોને પ્રેમ કરું છું. હું તે જનસમુહને પણ પ્રેમ કરું છું. તમને કહી શકું છું કે તેમની પાસે ખૂબ જ પ્યાર છે. તેમની પાસે મોટા નેતા છે. તેમની પાસે આ દેશના લોકો માટે ખૂબ જ પ્રેમ છે. તે એક યાદગાર પ્રવાસ હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.