દિલ્હી હિંસાથી નારાજ અભિનેત્રી સુભદ્રા મુખર્જીની ભાજપ છોડવાની ચીમકી, મોકલ્યું રાજીનામું

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાથી નારાજ બાંગ્લા ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી સુભદ્ર મુખર્જીએ ભાજપ છોડવાની જાહેરાત કરી દીધી છે. સુભદ્રા મુખર્જીએ 2013ની સાલમાં ભાજપ જોઇન કર્યું હતું સુભદ્રા એ પોતાનું રાજીનામું બંગાલ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષને મોકલી આપ્યું છે. જો કે પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આશા છે કે તેઓ એક વખત પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરળે. તો મીડિયા સાથે વાત કરતાં સુભદ્રા મુખર્જીએ કહ્યું કે મેં ખૂબ જ આશાઓ સાથે પાર્ટી જોઇન કરી હતી. પરંતુ તાજેતરમાં દિલ્હીમાં થયેલી હિંસા અને ધૃણા જોઇ હું ખૂબ જ અપસેટ છું. ધર્મના નામ પર ભાઇઓ એકબીજાના કેમ ગળા કાપી રહ્યા છે? હું 40 લોકોના મોત બાદ ખૂબ જ વ્યાકુળ હતી.

સુભદ્રાએ કહ્યું કે આ રીતના રાજકારણથી પોતાને જોડાવું ગમતું નથી. જ્યાં લોકોને પોતાના ધર્મના આધાર પર ઓળખ આવે નહીં કે માનવતાના આધાર પર. તો સુભદ્રાના આ નિવેદન પર ભાજપના વરિષ્ઠ નેતા શામિક ભટ્ટાચાર્ય એ કહ્યું કે પાર્ટીએ કયારેય વિચારધારાની સાથે સમજૂતી કરી નથી. ભટ્ટાચાર્ય એ કહ્યું કે અમે શરણાર્થી અને ઘૂસણખોરોના અંતરની વાત કરી છે. તેમણે કહ્યું કે અમે પણ સમેકિત ભારતમાં વિશ્વાસ કરીએ છીએ અને દિલ્હીમાં થયેલી હિંસામાં ભાજપનો કોઇ હાથ નથી. ભટ્ટાચાર્ય એ કહ્યું કે તેમણે મુખર્જીના નિર્ણય અંગે પહેલેથી જ માહિતી હતી. આશા છે કે તેઓ તેના પર ફરીથી વિચાર કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.