ભારતીય મોસમ વિભાગે ચાલુ વર્ષના ઉનાળાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યુ છે. મોસમ વિભાગ ઉનાળો ચાલુ થાય તે પહેલામ તેનો અભ્યાસ કરી લે છે જેમાં તાપમાન,પવનની દિશા,સમુદ્રનું તાપમાન ઉપર અભ્યાસ કર્યા બાદ અનુમાન લગાવવામાં આવે છે કે શિયાળો,ઉનાળો કે ચોમાસુ કેવુ રહેશે.ત્યારે શિયાળા બાદ હવે ઉનાળો કેવો રહેશે તેનુ પૂર્વાનુમાન જાહેર કર્યુ છે.
હવામાન વિભાગે ભારત દેશમાં માર્ચથી મે સુધી તાપમાન કેવુ રહેશે તેનુ અનુમાન જાહેર કર્યુ છે.ભારત દેશમાં ચાલુ વર્ષનો ઉનાળા વધુ આકરો રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાન સામાન્ય કરતા અડધો થી એક ડિગ્રી તાપમાન ઉંચુ રહેશે.અને હિટવેવની ફિકવન્સીનુ પ્રમાણ પણ વધશે.એટલે કે જે રાજ્યો ઉનાળામાં ગરમ રહે છે તે વધુ ગરમ રહેશે.
ગ્લોબવ વોર્મિંગની અસર ઋતુઓ પર થઈરહી છે.અને વધુ અસર તો ઉનાળામા અનુભવા છે.કારણ કે હવામાં રહેલુ પદુષણ સુર્યના કિરણોથી તપી જાય છે.ત્યાર બાદ ઝડપથી ઠંડુ થતુ નથી.જેના કારણે ગરમીનો અહેસસ વધુ થાય છે.તો બીજુ કારણ કે જે રીતે સીમેન્ટના જંગલો વધી રહ્યા છે.અને વૃક્ષોનુ નિકદન નિકળી રહ્યુ છે.જેથી ગરમીનુ પ્રમાણ વધી ગયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.