સરકારનાં નવા નિર્ણયથી બજારમાં 50 કરોડનાં પાઠ્ય પુસ્તકોની પસ્તી બનવાનો ભય

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી 20 એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર શરુ કરવાની જાહેરાતથી વિવાદનો મધપુડો છેડાયો છે. હવે સરકારનાં શિક્ષણ વિભાગનાં કેટલાક નિર્ણયો સામે બુકસેલર્સ એસોસિએશને નારાજગી વ્યક્ત કરી છે. આગામી સત્રથી ક્યુઆર કોડ વાળા પુસ્તકો વેચવાની શિક્ષણ વિભાગનાં નિર્ણયથી રાજ્યનાં બુક સેલર્સનાં બજારમાં હાલમા રહેલા 50 કરોડનાં પુસ્તકો પસ્તી થઈ જવાની ભીતી સેવાઈ રહી છે.

વર્ષ 2020નું આગામી નવું શૈક્ષણિક સત્ર વિવાદોનું કેન્દ્ર બની રહે તો નવાઈ નહિ. કારણ કે, સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા મોટા ઉપાડે 20 એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરુ કરવાનો નિર્ણય તો લેવાયો છે. પરંતુ એ માટે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના હિતમાં કેટલાક નિર્ણયો લેવાયા છે. જેને લઈ બુકસેલર્સ એસોસિએશન નારાજ થયું છે.  હાલમાં જ પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા એક નિર્ણય કરાયો છે. જેમાં એનસીઇઆરટીના (NCRT) જે પણ પુસ્તકો છે તે નવા આવશે. તમામે તમામ ક્યુઆર કોડ વાળા પુસ્તકો આવશે. એ ક્યુઆર કોડ સ્કેનથી બાળકો મોબાઈલ એપ્લીકેશનથી જે પુસ્તક કે સિલેબસ હશે તે જોઈ શકશે. વિષયને લગતી પુરતી જાણકારી મળી શકશે.

ઉપરોક્ત નિર્ણય સામે બુક સેલર્સ એસોસિએશનએ વિરોધ નોંધાવ્યો છે. બુક સેલર્સ એસોસિએશનના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું કે, ‘ક્યુ આર કોડ વાળી પુસ્તકો બાળકોને આપવાથી હાલ બુક સેલરો પાસે જુની પુસ્તકો પડી છે. તે 50 કરોડની છે તે પુસ્તકો પર પ્રશ્નાર્થ ઉભો થયો છે તે પસ્તી થઈ જશે.’ બુક સેલર એસોસિએશનની માગ છે કે, એ પુસ્તકો માટે ક્યુઆર કોડનાં સ્ટીકર આપો. જે સ્ટીકર લગાવી અમે વેચીએ. જો સ્ટીકર નહિ આપો તો ક્યુઆર કોડ વગરની પુસ્તકો બાળકો લેશે નહિ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.