સીએમ વિજય રૂપાણી રાજકોટ ની મુલાકાતે ગયા હતા ત્યારે સવારથી અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી પોતાના વિધાનસભા મતવિસ્તારના કુપોષિત બાળકનાં પાલક વાલી સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ પોતાનાં મતવિસ્તાર એટલે કે, વિધાનસભા 69નાં 145 કુપોષિત બાળકોનાં પાલક પિતા બન્યા હતા. તેમની સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુંકે, ‘ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું છે. કુપોષણ આપણા માટે મોટી ચેલેન્જ છે. રાજ્ય સરકાર કુપોષણ સામે લડવા પાલક વાલી કાર્યક્રમ કર્યો છે.’
મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિધાનસભા 69માં 145 કુપોષણ બાળકો છે. 145માંથી 15 કુપોષણમાંથી બહાર નીકળી પોષિત બન્યાં છે. 2 વર્ષ સુધી ગુજરાત પોષણ અભિયાન ચલાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, જે રીતે કુપોષિત બાળકો માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તેમાં સરકારે ખાસ કુપોષિત બાળકોને પોશિત કરવા માટે ખાસ યોજના બનાવવમાં આવી છે.
સીએમ આજે શહેરમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે નવનિર્મિત અંબાજી માતાજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.