ગુજરાતમાં અનેકવાર ભાજપ નેતાઓએ વોટસએપના ગ્રૃપમાં અશ્લીલ વીડિયો મૂક્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. તેવામાં વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી હતી. હવે આ સિલસિલામાં કચ્છમાં ભાજપના ગ્રુપમાં અશ્લિલ વીડિયો શેર કર્યા હોવાની ઘટના સામે આવી છે. હજુ તો ગણતરીના કલાકો પહેલા સુરત ભાજપના એક નેતાએ ગ્રૃપમાં અશ્લીલ વીડિયો મૂક્યા હતા. ત્યારે આજે ફરી એકવાર કચ્છમાં ભાજપના ગ્રુપમાં અશ્લિલ વીડિયો શેર કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા એપ વોટ્સએપ ગ્રૂપમાં વીડિયો શેર થતા મોટો વિવાદ સામે આવ્યો છે. કારણ કે કચ્છ ભાજપના જે ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર કરવામાં આવ્યા છે તે ગ્રુપમાં સાંસદ અને મહિલાઓ સહિત 100થી વધુ સભ્યો છે. આ ઘટના બાદ અશ્લિલ વીડિયો શેર કરતા સભ્યોને ગ્રુપમાંથી રીમુવ કરાયા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત બાદ કચ્છમાં ભાજપના એક વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર કરવાની ઘટના બની છે. વિથોણ જિલ્લા પંચાયત સીટના whatsapp ગ્રુપમાં અશ્લીલ વિડીયો શેર કરાતા ચકચાર મચી જવા પામી છે. કચ્છ ભાજપના જે વોટ્સએપ ગ્રુપમાં વીડિયો શેર કરવામાં આવ્યા હતા, તેમાં સાંસદથી માંડીને મહિલાઓ ભાજપના આગેવાનો અને LIBઓ છે.
તમને જણાવીએ કે, નખત્રાણાના વિથોણ જિલ્લા પંચાયત સીટના whatsappમાં 100થી વધુ સભ્યો હતા. ત્યારબાદ બીભત્સ વિડીયો મુકાયા બાદ તાત્કાલિક સભ્યોને ગ્રુપમાંથી રીમુવ કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણેક વર્ષથી ચાલતા આ ગ્રુપમાં કાર્યક્રમના ફોટા અને માહિતી શેર કરાતી હોય છે. પરંતુ બે દિવસ પૂર્વે એક ગ્રુપ મેમ્બરે બ્લુ ફિલ્મનો વિડીયો મુકતા ચકચાર મચી જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.