ભાજપમાં ખુશીનું વાતાવરણ- કોંગ્રેસને પછાડી ભાજપ અહીં સત્તા હાંસલ કરશે

મહેસાણા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ છે. મહેસાણા માંથી ભાજપ સરકારને ખુશી મળે તેવા સમાચાર આવ્યા છે. પાલિકાના ઉપપ્રમુખે સભાનું સંચાલન કરતાં 17 બળવાખોર સભ્યોએ પ્રમુખ સામે મતદાન કરી પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીને ઘરભેગા કરી દીધા છે.

ભારતીય જનતા પાર્ટીના ટેકાથી ટોટલ 29 જેટલા સભ્યોએ મતદાન કર્યું હતું. છેલ્લા 5 વર્ષના સમય ગાળામાં કોંગ્રેસના પાલિકા પ્રમુખ સામે બે વાર અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ છે. જે જોતાં હવે ભાજપ કોંગ્રેસના બળવાખોરોની સાથે મળી સત્તા સાંભળશે. જેમાં અનુસૂચિત જાતિના પાલિકા પ્રમુખ અને ભાજપના નવીન પરમાર સત્તાનું સુકાન સંભાળે તેવા એંધાણ છે. પાટીદાર આંદોલન સમયે કોંગ્રેસના હાથમાં પાલિકાનો તાજ આવ્યો હતો. જોકે, કોંગ્રેસ આ સત્તા સંભાળી શકી નથી. બીજીવાર કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકી ગઈ છે.

મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના આંતરિક જૂથવાદના પગલે કોંગ્રેસ પાર્ટીને બીજી વાર પાલિકા ખોવાનો વારો આવ્યો છે. આજે પાલિકા પ્રમુખ સામે ભ્રષ્ટાચાર અને સહીઓ ન કરીને લોકોના કામ ન કરતા હોવાના બળાપા સાથે આજે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જેને પગલે પોલીસ બન્દોબસ્ત સાથે આજે સાધારણ બોર્ડ શરૂ થયું હતું. પાટીદાર આંદોલન સમયે થયેલી ચૂંટણીમાં મહેસાણા જિલ્લામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો.આજે 29 સભ્યોની બહુમતી સાથે અવિશ્વાસની દરખાસ્ત પાલિકામાં પસાર થઈ છે. 12 સભ્યોએ કોંગ્રેસના પાલિકા પ્રમુખના ટેકામાં મતદાન કર્યું હતું, ભારતીય જનતા પાર્ટીના 15 જેટલા સભ્યો હવે પાલિકામાં સત્તા સાંભળે તેવા એધાણ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના સભ્યોએ વ્હીપને છુટા નાખી દીધા હતા. હવે ત્રણ દિવસ બાદ પ્રમુખની વરણી કરવામાં આવશે. જેમાં ભાજપમાંથી નવીનભાઈ પરમાર પ્રમુખ પદનો ભાર સંભાળે તેવી સંભાવના છે. આજની સભામાં બે કોર્પોરેટર હાજર રહ્યા ન હતા, અને એક કોર્પોરેટનું નિધન થયું છે. પાલિકા પ્રમુખે આ મામલે કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે તો ભાજપે આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.