બજેટ સત્રનો બીજો તબક્કો 2 માર્ચથી 3 એપ્રિલ સુધી, વિપક્ષ દિલ્હી હિંસા અંગે સરકારને ઘેરશે

નવી દિલ્હીઃ બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારે શરૂ થઈ ગયો છે, જે 3જી એપ્રિલ સુધી ચાલશે. જેમાં દિલ્હી હિંસાના મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં હોબાળાના અણસાર જોવા મળી રહ્યા છે. વિપક્ષે બન્ને ગૃહોમાં કાર્યસ્થગન પ્રસ્તાવ માટે નોટિસ આપી છે. કોંગ્રેસ દિલ્હી હિંસા અંગે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરશે. સાથે જ સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે સરકાર દરેક મુદ્દે સંસદમાં ચર્ચા માટે તૈયાર છે. બજેટ સત્રનો પહેલો તબક્કો(31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી)માં નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી બજેટ રજુ કર્યું હતું.

લોકસભામાં કોંગ્રેસ અને ભાજપના સાંસદોમાં ધક્કામુક્કી થઈ હતી. જ્યારે કોંગ્રેસ સાંસદો ગૃહમંત્રીને રાજીનામું આપવાના બેનર સાથે ટ્રેઝરી બેંચ સુધી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ધક્કામુક્કી થઈ હતી. ભાજપ સાંસદ રમેશ બિધૂડી અને અન્ય ઘણા ભાજપ સાસંદોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દેવાઈ હતી.

વિપક્ષની નારાબાજી વચ્ચે સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, જેમના કાર્યકાળમાં 1984 જેવી ઘટના બની હતી તે આજે અહીંયા હોબાળો કરી રહ્યા ચે. હું તેની સખત નિંદા કરું છું.

લોકસભામાં હોબાળા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણા બિલ રજુ કર્યા. જેમાંથી એક વિવાદથી વિશ્વાસ બિલ પણ છે. નાણામંત્રી જ્યારે બિલ રજુ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ તરફથી હોબાળો થતો રહ્યો. સાથે જ લોકસભા સ્પીકરે ઓમ બિરલાને કહ્યું કે, દિલ્હીમાં ફરી એક વાર સ્થિતિ સામાન્ય થવા અંગે ચર્ચા થશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં સ્થિતિ સામાન્ય રાખવા માટે તમામ રાજકીય પક્ષોનો સામૂહિક પ્રયાસ થવો જોઈએ. સ્પીકરે વિપક્ષી સાંસદોને કહ્યું કે, આ લોકતંત્રનું મંદિર છે, અમે પણ શાંતિ ઈચ્છીએ છીએ. તમને ગૃહની બહાર નારા લગાવવાનો અધિકાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.