દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આઈબી અધિકારી અંકિત શર્માના પરિવારને એક કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે તેમના પરિવારના સદસ્યને દિલ્હી સરકારમાં સરકારી નોકરી પણ આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલ, અંકિત શર્મા IBના અધિકારી હતા. દંગામાં તેમની હત્યા કરવામાં આવી છે. દેશને તેમના પર ગર્વ છે. દિલ્હી સરકારે નક્કી કર્યું છે કે તેમના પરિવારને 1 કરોડની સન્માન રાશિ અને પરિવારના એક સદસ્યને નોકરી આપશું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા મામલે તપાસ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ કરશે.
ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલા દંગામાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 230 કરતા વધારે ફરિયાદ દાખલ કરી છે. અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. પોલીસનું માનીએ તો વધારે પડતા લોકોના મોત ગોળી લાગવાથી થયા છે. હિંસા દરમિયાન ખૂબ ગોળીઓ ચાલી હતી. પોલીસ તેની તપાસ કરશે. આ મામલામાં 150 કરતા વધારે લોકોની અટકાયત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.