સુરત : શહેરનાં (surat) ડુમસ રોડ પર આવેલા આર્શીવાદ ફાર્મ હાઉસમાં (Arshivad Farm House) ચાલી રહેલી દારૂની મહેફીલ (liquor party) અંગે પોલીસને માહિતી મળતા ડુમસ પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે લક્ઝુર્યસ કારોના કાફલો ફાર્મ બહાર પાર્ક હતો. પોલીસ અંદર પહોંચતા જ દોડધામ મચી ગઇ હતી. પોલીસે 13 યુવતીઓ સહિત 52 લોકોને ઝડપી પાડ્યા હતા. પાર્ટીમાં દારૂ પુરો પાડનાર બિપીન પટેલની પોલીસે ધરપકડ કરી હતી. બિપીન પાસે 4 યુનિટ દારૂની પરમીશન છે જેથી તેણે આ દારૂ વેચ્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. આજે 39 નબીરાઓને પોલીસે કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેથી કોર્ટે તમામને જ્યુડિશિયલ કે કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. તમામનાં જામીન કેન્સલ કરવામાં આવ્યાં છે.
આજે જ્યારે આ યુવકોનાં કોર્ટે જામીન નામંજૂર કર્યા ત્યારે તેમના વાલીઓ અને પરિવારજન ઘણાં જ ઉગ્ર થયા હતાં. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, પોલીસ અહીંથી અમારા બાળકોને કઇ રીતે લઇ જાય છે તે જોઇએ છીએ. અમે અહીં થી જ તેમને જવા નહીં દઇએ. જે બાદ હાલ મળતી ખબર પ્રમાણે, તમામ આરોપીઓને કોર્ટનાં આગલા બારણે જ્યાં પરિવારજનો ઉભા હતાં ત્યાંથી નહીં પરંતુ પાછળનાં બારણાથી લાજપોર જેલમાં લઇ જવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, આર્શીવાદ ફાર્મ હાઉસના બંગલામાં ચાલતી પાર્ટી પર પોલીસની રેડમાં ઝડપાયેલા યુવક યુવતીઓ વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારમાંથી આવતા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ તમામને પોલીસે આજે કોર્ટમાં રજુ કરી વધુ તપાસ અર્થે સોમવારે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
કોર્ટની બહાર હોબાળો મચાવનાર પરિવારજનોમાં ઘણા જ આક્રોષ છવાયેલો છે. તેમણે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, ‘આ પાર્ટીમાં છોકરાઓ સાથે છોકરીઓ પણ હતી તો તેમને કેમ છોડી દેવામાં આવી છે. છોકરા અને છોકરીઓમાં આટલો ભેદભાવ કેમ કરવામાં આવ્યો છે. ‘ જ્યારે અન્ય વાલીએ કહ્યું કે, ‘આ યુવાનોમાંથી 90 ટકા છોકરાઓની લોહીની તપાસમાં કંઇ આવ્યું નથી તો તેમને કયા કારણોસર અંદર રાખવામાં આવ્યાં છે.’ અન્ય એક પરિવારજને કહ્યું કે, ‘મારા ભત્રીજાની 7મી માર્ચે પરીક્ષા છે તો તે જો પરીક્ષા નહીં આપે તો તેનું આખું કેરિયર બગડશે. આ તંત્ર અમારા બાળકોનું કેરિયર બગાડશે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.